પરપ્રાંતિયો પર હુમલાઃ SRPની ત્રણ ટુકડી તહેનાત, પોલીસકર્મીઓની રજા કેન્સલ

News18 Gujarati
Updated: October 7, 2018, 5:02 PM IST
પરપ્રાંતિયો પર હુમલાઃ SRPની ત્રણ ટુકડી તહેનાત, પોલીસકર્મીઓની રજા કેન્સલ
પ્રતિકાત્મક તસવીર

ચાંગોદર, સાણંદ, માંડલ, દેત્રોજ અને વિરમગામ જેવા ઓદ્યોગિક વિસ્તારમાં એસઆરપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં અમુક જગ્યાએ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના બનાવને પગલે અમદાવાદ જિલ્લામાં એસઆરપીની ત્રણ ટુકડીને તહેનાત કરવામાં આવી છે. ચાંગોદર, સાણંદ, માંડલ, દેત્રોજ અને વિરમગામ જેવા ઓદ્યોગિક વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અંગે એસપી કચેરી ખાતેથી આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

પરપ્રાંતિયોના સંગઠનોના આગેવાનો સાથે પોલીસની બેઠક

મળતી માહિતી પ્રમાણે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ જે-તે વિસ્તારના પરપ્રાંતિયોના સંગઠનોના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને ઘર્ષણમાં નહીં ઉતરવા માટે સમજાવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ ઠાકોર સેના સહિતના આગેવાનોને પણ સમજાવી રહી છે.

સાબરકાંઠામાં પોલીસે આપ્યું માર્ગદર્શન

પરપ્રાંતિયો પર સૌથી વધારે હુમલાના બનાવ સાબરકાંઠામાં સામે આવ્યા છે. આ મામલે સાંબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને ઉત્તર પ્રદેશ, બિહારના સંગઠનોના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ સલામતી તેમજ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તો મહેસાણાના અલોડા ખાતે આવેલી ડેરીમાં પથ્થરમારો કરવાની અસમાજિક તત્વોએ ચીમકી આપી છે. ચીમકી બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસો.એ સીએમને લખ્યો પત્રપરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને પગલે અમદાવાદના નરોડા ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશન તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પરપ્રાંતિયો ડર અને ભયના કારણે રાજ્યમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. તેમના સ્થળાંતરના કારણે ધંધા પર સીધી અસર પડી રહી છે. પત્રમાં આવા પરપ્રાંતિયો થતા હુમલાને તાકીદે રોકવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
First published: October 7, 2018
વધુ વાંચો
अगली ख़बर