23 જળાશયો હાઇ એલર્ટ પર, પણ રાજ્યના ડેમોમાં માત્ર 44 ટકા પાણી

News18 Gujarati
Updated: August 22, 2018, 11:58 AM IST
23 જળાશયો હાઇ એલર્ટ પર, પણ રાજ્યના ડેમોમાં માત્ર 44 ટકા પાણી
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ડેમોમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઇ છે.

  • Share this:
ગુજરાત રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ડેમોમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઇ છે. બુધવારે સવારની સ્થિતિએ સમગ્ર ગુજરાતમાં 23 ડેમો હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે એટલે આ 23 ડેમો 90 ટકાથી વધારે ભરાઇ ચૂક્યા છે અને જો પાણીની આવક શરૂ રહેશે તો ટૂંક સમયમાં ઓવરફ્લો થશે.

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ મગંળવારની સ્થિતિએ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 23 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે 11 ડેમો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અન્ય 11 ડેમો માટે વોર્નિગ ઇશ્યુ કરવામાં આવી છે. એટલે કે 11 ડેમોમાં તેના સંગ્રહ ક્ષમતાની સામે 70 થી 80 ટકા પાણી ભરાયેલુ છે. રાજ્યમાં કુલ 203 ડેમો છે.

જો કે, આ તમામ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ ડેમોમાં માત્ર 40 ટકા પાણી છે એટલે કે હજુય મોટા ડેમો ખાસ ભરાયા નથી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં માત્ર 44.57 ટકા પાણીનો જથ્થો જ છે.

ગુજરાત સરકારની વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના આકંડાઓ મુજબ, હાલ રાજ્યમાં મહત્વના ડેમો જેવા કે સરદાર સરોવર ડેમ, ઉકાઇ, દમણગંગા, કડાણા, કરજણ, પાનમ, વાછાપરી અને વણાકબોરીમાં સારી એવી પાણીની આવક છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 26 જિલ્લાઓના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના વઘાઇમાં 165 મી.મી વરસાદ નોંધાયો છે.

બુધવાર સવારની સ્થિતિએ સમગ્ર રાજયમાં સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં (85 ટકા) અને સૌથી ઓછો વરસાદ (23 ટકા) વરસાદ નોંધાયો છે.આ દરમિયાન રાજયના ખેડૂતો માટે હજુ આશાના સમાચાર છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.
First published: August 22, 2018, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading