સુરત: 15 વર્ષ જૂનો વિશ્વાસુ કારીગર 3.50 કરોડથી વધુના હીરા લઈ રફૂચક્કર


Updated: January 18, 2020, 7:17 AM IST
સુરત: 15 વર્ષ જૂનો વિશ્વાસુ કારીગર 3.50 કરોડથી વધુના હીરા લઈ રફૂચક્કર
કારીગર 3.50 કરોડના હીરા લઈ રફૂચક્કર

અંદાજિત રૂપિયા ૩.૫૦ કરોડની કિંમતના ૧૩૦૦ કેરેટના હીરા બોઈલીંગ કરવા માટે આપ્યા હતા. જે પરત આપવાને બદલે ચોરી કરી નાસી ગયા હતા.

  • Share this:
સુરતના કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ફળિયામાં આવેલી એચ.વી.કે.ઇન્ટરનેશનલ ડાયમંડ પેઢીમાંથી બોઈલ કરવા આપેલા અંદાજિત ૩.૫૦ કરોડની કિંમતના ૧૩૦૦ કેરેટના હીરા ૧૫ વર્ષ જુના વિશ્વાસુ કારીગરો ચોરી કરી રફુચક્કર થઈ જતા ચકચાર મચી છે. બનાવ અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક કતારગામ પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવ અંગે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાના સી.સી.ટી.વી.ફૂટેજ પણ મેળવી લીધા છે. જેમાં આરોપી ટીફિન સાથે હિરા લઇ જતો કેદ થયો હતો.

કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ફળિયામાં એચ. વી. કે. ઇન્ટરનેશનલ ડામયંડ પેઢીનું હીરાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં વર્ષોથી બોઈલીંગનું કામ કરતા નેપાળી પ્રકાશ કુવાર અને રાજુ લુહારને ગઈકાલે સાંજે મેનેજર અંદાજિત રૂપિયા ૩.૫૦ કરોડની કિંમતના ૧૩૦૦ કેરેટના હીરા બોઈલીંગ કરવા માટે આપ્યા હતા. જાકે બંને કારીગરોએ હીરા બોઈલીંગ કરી પરત આપવાને બદલે ચોરી કરી નાસી ગયા હતા.

આ દરમિયાન આજે બંને કારીગરો નોકરી પર નહી આવતા મેનેજર જીતેશ વઘાસીયા દ્વારા ગઈકાલે બોઈલીંગ કરવા આપેલા હીરાની તપાસ કરતા બંને કારીગરો ચોરી કરી નાસી ગયા હોવાનુ બહાર આવ્યું હતુ. મેનેજરે બપોરે બે વાગ્યે બનાવ અંગે જાણ કરતા માલિક નાગજી સાકરિયા ઓફિસે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા કતારગામ પીઆઈ બી.ડી.ગોહિલ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને કારખાનામાં લગાડવામાં આવેલા સીસીફુટેજ ચેક કર્યા હતા. જેમાં બન્ને કારીગરોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.

હાલમાં હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્ના છે તેવા સમયે કતારગામ ખાતે આવેલી એચ.વી.કે ડાયમંડ પેઢીમાંથી વર્ષો જુના વિશ્વાસુ કારીગરો રૂપિયા ૩.૫૦ કરોડના હીરા ચોરી કરી નાસી જતા હીરાઉદ્યોગમાં ભારે ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

જોકે બન્ને કારીગરોએ હીરાની ચોરી કરી લીધા બાદ પોતાના ફોન પણ બંધ કરી દીધા છે અને કતારગામ દરવાજા વિસ્તારમાં જ્યાં બન્ને રેહતા હતા તે ઘર પણ બંધ કરીને પરિવાર સાથે નાસી ગયા છે. પોલીસે બીજા નેપાળી પરિવારના સભ્યો જે આ બન્ને કારીગરોને ઓળખતા હોય તેની પણ પૂછ્તાછ શરુ કરી છે. બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર પણ પોલીસે ટીમ મોકલીને તપાસ શરુ કરી છે. છેલ્લા ૧૫ વર્ષથી આજ પેઢીમાં કામ કરતા કારીગરો આટલી રકમની ચોરી કરી જતા હીરાના વેપારી વર્તુળમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर