Home /News /madhya-gujarat /

અમદાવાદ: ઓઇલની પાઇપ લાઇનમાં પ્રેશર ઓછું થતા અધધધ... ૩ લાખ લીટર ઓઇલ ચોરીનો થયો પર્દાફાસ

અમદાવાદ: ઓઇલની પાઇપ લાઇનમાં પ્રેશર ઓછું થતા અધધધ... ૩ લાખ લીટર ઓઇલ ચોરીનો થયો પર્દાફાસ

આરોપીઓની ધરપકડ

અત્યાર સુધીમાં આરોપીઓએ ૩ લાખ લીટર ઓઈલની ચોરી કરી છે, જેની કિંમત રૂપિયા ૬૦ લાખ જેટલી થાય છે.

અમદાવાદ : ઓએનજીસી(ONGC) ની પાઇપ લાઇનમાં પંચર કરીને ઓઈલની ચોરી કરતા ૭ આરોપીઓની ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી છે. ઓ એન જી સી ની પાઇપ લાઇન માંથી ઓઇલ ની ચોરી થઈ રહી હોવાની જાણ થતાં જ આઇ ઓ સી ના એન્જિનિયર ક્ષિતીજકુમાર એ અસલાલી પોલીસ સ્ટેશનમાં ખેતર માં માલિક દિનેશ ઠાકોર અને પ્રવીણ ઠાકોર વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસ એ તપાસ કરીને ગુના નો ભેદ ઉકેલી આ ગેંગ નો પર્દાફાસ કર્યો છે. એલસીબીએ દિનેશ ઠાકોર, પ્રવિણ ઠાકોર, પ્રકાશ ઠાકોર, મનુભાઈ ચૌહાણ, કુલદીપ વાઘેલા, ભીખાભાઇ બારૈયા અને મહેશભાઈ રાવળની ધરપકડ કરી છે.

આરોપીઓએ ગેંગ બનાવીને અનેક વખત મિટિંગ કરીને કેવી રીતે ચોરી ની ઘટનાને અંજામ આપી શકાય તે માટે પ્લાન ઘડ્યો હતો અને પ્રોફેશનલ કારીગર દ્વારા પાઇપ લાઇનમાં પંચર કરાવીને જમીનમાં લગભગ એકથી દોઢ મીટર સુધી ઊંડો ખાડો કરીને ૬૦ મીટર જેટલી પાઇપ ફીટ કરી હતી અને એમાં એક વાલવ લગાવ્યો હતો. અને તેમાંથી ઓઈલની ચોરી કરતા હતા. જોકે કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ એક ટ્રક ખરીદી હતી જેમાં એક ટાંકામાં ચોરી કરેલ ઓઇલ ભરીને તેની ઉપર અને આસપાસના ભાગોમાં ઈંટો મૂકી દેતા હતા. અને ટ્રકમાં ઈંટોની હેરાફેરી થઈ રહી છે તેવો દેખાવ ઉભો કરતા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : દારૂ છુપાવવા માટે વાપર્યું ગજબનું માઈન્ડ, પણ પોલીસે આ રીતે ખોલી નાખી પોલ

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ પાઇપ લાઇનમાં પંચર દાણીલીમડાના ઈલિયાસ મોદન પાસે કરાવ્યું હતુ. જ્યારે આરોપીઓ ફેબ્રુઆરીથી આ પ્રકારે ઓઇલ ચોરી કરતા હતા. પરંતુ પાઇપલાઇનમાં પ્રેશર ઓછું થઈ જતા તેઓના અગાઉ કાંડનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો - રાજકોટ: સમાજ માટે ચોંકાવનારો કિસ્સો, મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરનો આપઘાત

મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આરોપીઓએ ૩ લાખ લીટર ઓઈલની ચોરી કરી છે, જેની કિંમત રૂપિયા ૬૦ લાખ જેટલી થાય છે. હાલમાં પોલીસે દાણીલીમડાના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે તેની ધરપકડ બાદ અનેક ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.
Published by:kiran mehta
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन