Home /News /madhya-gujarat /Ahmedabad: 3 ટાબરિયાઓ પોલીસને દોડતી કરી નાખી, ચર્ચાસ્પદ કેસમાં આખરે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો
Ahmedabad: 3 ટાબરિયાઓ પોલીસને દોડતી કરી નાખી, ચર્ચાસ્પદ કેસમાં આખરે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો
ફાઈલ તસવીર
ahmedabad crime news: મુદ્દો એવો હતો કે પોલીસ (police) માટે પડકાર હતું. આમ તો સામાન્ય ચોરીની ઘટના બનતી હોય છે પરંતુ આ ચોરીમાં (theft) રકમ કરતા મુદ્દામાલની વેલ્યુ (velue) એટલી હતી કે તેને શોધવા એક પડકાર હતું.
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ વેસ્ટમાં (Riverfront West) એવી ઘટના બની જેમાં પોલીસ (police) માટે ચિંતા ઉભી થઈ ગઈ હતી અને જેના કારણે પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી ગઈ હતી. કારણ કે મુદ્દો એવો હતો કે પોલીસ માટે પડકાર હતું. આમ તો સામાન્ય ચોરીની ઘટના બનતી હોય છે પરંતુ આ ચોરીમાં રકમ કરતા મુદ્દામાલની વેલ્યુ એટલી હતી કે તેને શોધવા એક પડકાર હતું.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદના (ahmedabad news) ઉસમાનપુરામાં આવેલ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન (Riverfront West Police Station) વિસ્તારમાં આવેલ વિક્રમભાઈ સારાભાઈની પ્રતિમા પાસે આવેલ ટેબલ, ટેબલ ઉપર પડેલ ધાતુની ચોપડી અને પેનની ગત 26-10-21ના રોજ ચોરી થયેલ અને જે મામલો ચર્ચાસ્પદ હોય જેથી અધિકરીઓ દ્વારા પોલીસને આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવેલી હતી.
જે મામલે વાડજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરી સંઘર્ષમાં આવેલ 3 કિશોરને પકડી પૂછપરછ કરવામાં આવેલ અને જે લોકો એ ગુના ની કબૂલાત કરી અને તપાસ માં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરેલ છે.
નોંધનીય છે કે 3 કિશોર હોવા થી તેમના માતા પિતાને સાથે રાખી તપાસ કરવામાં આવી છે. જોકે આ કિસ્સો અન્ય લોકો પણ ચેતવણી રૂપ કિસ્સો છે અને બાળક શુ કરે છે અને ક્યાં જાય છે તેની માહિતી હોવી જોઈએ.
હાલ તો આ મામલે પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકોએ આ સિવાય અન્ય કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ અને આ ચોરી પાછળ નું કારણ શુ હતું અને આ લોકો સાથે અન્ય કોઈ પણ સામેલ છે કેમ પરંતુ જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે એ રિવરફ્રન્ટ પોલીસ ને સોંપી આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.