Home /News /madhya-gujarat /

અમદાવાદ : મોરૈયા મટોડા ગામ પાસે રેલવેના 286 એન્કર ઉખાડી દેવાયા, શું ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હતો?

અમદાવાદ : મોરૈયા મટોડા ગામ પાસે રેલવેના 286 એન્કર ઉખાડી દેવાયા, શું ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હતો?

ઉચ્ચ અધિકારીઓને કરતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા

Ahmedabad news - કોઈ અજાણ્યા વ્યક્તિઓએ રેલવે દુર્ઘટના કરવાના ઇરાદાથી એંકર કાઢી ટ્રેકની આસપાસની જગ્યામાં ફેંકી દેતા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ : સાબરમતી - બોટાદ રેલવે (Sabarmati-Botad railway)લાઈનના મોરૈયા મટોડા ગામ પાસેના ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓએ રેલવે દુર્ઘટના (Railway accident)કરવાના ઇરાદાથી એન્કર કાઢી ટ્રેકની આસપાસની જગ્યામાં ફેંકી દેતા પોલીસે તપાસ શરૂ કરી છે. અજાણ્યા વ્યક્તિઓએ રેલવે દુર્ઘટના કરવાના ઇરાદાથી મોરૈયા મટોડા ગામ પાસેના ટ્રેકના એન્કર ઉખાડી ફેંકી દીધા હતા.

21મી ફેબ્રુઆરીના રોજ મોરૈયા - મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે રેલવેના કર્મચારીઓ ટ્રેક ઉપર ERC, પાટાના જોઈન્ટ વેલ્ડીંગ , પોઇન્ટના બોલ્ડ, રેલ ફ્રેકચર, સલેપાટ વગેરે ચેક કરવાની કામગીરી કરતા હતા. ત્યારે મોરયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે પાટા પર સલેપાટ ઉપર 134 સ્લીપર ઉપર પાટાની આજુબાજુએ લગાવેલ 286 એન્કર નીકળેલા હતા. જે અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બાબતની જાણ પોલીસને કરી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : જેની સાથે જીવન જીવવાના સ્વપ્ન જોયા તે જ મંગેતરે કેનેડા જવા કકળાટ કર્યો, યુવકે મોત વ્હાલું કર્યું

પોલીસ તેમજ આરપીએફનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આસપાસની ઝાડી ઝાંખરામાં તપાસ કરતા આ એન્કર મળી આવ્યા હતા. જે પરત લગાવી દેવામાં આવ્યા છે. જોકે મહત્વની બાબત તો એ છે કે આ સમયે ધોળકા તરફથી એક માલગાડી પણ આવી રહી હતી. પરંતુ સમય સૂચકતા વાપરીને ટ્રેન મટોડા સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરીના ઈરાદે આ એન્કર કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ રેલવે એસઓજીને સોપવામાં આવી છે.

બીજી તરફ સાબરમતીથી બોટાદ રેલવે લાઈન પર હાલ મેન્ટેનન્સ કામ પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ ટ્રેક પર મોટાભાગની ટ્રેનો હાલ બંધ છે પરંતુ ક્યારેક-ક્યારેક ટ્રાયલ બેઝ માટે અહીં ટ્રેનો દોડાવવામાં આવે છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ એરપોર્ટનો મહત્વનો નિર્ણય

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રિક્ષા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પિક અપ માટે આવતી રિક્ષા ચાલકો પાસે જો રિક્ષાની આર સી બુક, બુક ફિટનેસ ટેક્સી પરમીટ, ડ્રાઇવરનું લાયસન્સ અને પોલીસ વેરિફિકેશન અને વેકસીનના બંને ડોઝનું સર્ટિફિકેટ નહીં હોય તો અમદાવાદ એરપોર્ટની હદમાંથી પેસેન્જરને લઈ જઈ શકશે નહીં. આ નિર્ણયનો અમલ 25 ફેબ્રુઆરીથી અમલી બની જશે અને પેસેન્જરને ડ્રોપ કરવા માટે રિક્ષાને 10 મિનિટનો સમય ફ્રી આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Railway, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन