અમદાવાદ : શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ, ફક્ત દવા જ મળશે

અમદાવાદ : શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ, ફક્ત દવા જ મળશે
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા મોટો નિર્ણય લેવાયો

ઓએસડી રાજીવ ગુપ્તાએ લીધો મોટો નિર્ણય, ફટાફટ જાણી લો તમારા વિસ્તારોનું નામ આ યાદીમાં છે કે નહીં?

 • Share this:
  અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના (Ahmedabad Coronavirus) પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ (OS) ડ્યૂટી ડૉ.રાજીવ ગુપ્તા (Dr.rajiv Gupta) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 (Ahmedabad 27 areas nigh lockdown) વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા (Shops to closed after 10.00 PM) પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે જેમાં દવાની દુકાનો અપવાદ છે. અમદાવાદમાં કેફે અને રેસ્ટોરાંના એપી.સેન્ટર ગણાતા આ રંગીલા વિસ્તારોમાં યુવાનોના ટોળાઓ જામતા હોવાની રાવ ઉઠી હતી અને તેના કારણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો હતો.

  જોકે, વધુ સ્થિતિ વણસે તે પહેલાં ગુપ્તાએ એક જોતા લૉકડાઉનનો એક નિયમ પકડીને તેને લાગુ કરી દીધો છે. દેશમાં અનલૉક 5.00 લાગુ થાય તે પહેલાં અમદાવાદમાં રાત્રે આ વિસ્તારોમાં ભીડ એકઠી ન કરવા દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આજે બહાર પાડેલા એક આદેશમાં ડૉ.ગુપ્તાએ આ વિસ્તારોના નામ પણ આપી દીધા છે.  આજે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આવેલી કચેરીમાં યોજાયેલી બેઠકમાં પાલિકાના કમિશનર મુકેશ કુમાર અને જુદા જુદા પદાધિકારીઓની હાજરીમાં ડૉ.ગુપ્તાએ આ નિર્ણય કર્યો છે. જેમાં કોવિડની ગાઇડલાઇન ભંગ થતી હોવાના કારણે આ વિસ્તારોમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારોના નામ નીચ મુજબ છે.

  આ પણ વાંચો :  સાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral

  આ વિસ્તારોમાં 10.00 વાગ્યા પછી દુકાનો બંધ
  • પ્રહલાદ નગર
  • YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)

  • પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ, કોર્પોરેટ રોડ

  • બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ

  • એસ.જી. હાઇવે આખો

  • ઇસ્કોન ક્રોસ રોડથી શપથ-4-5 સર્વિસ રોડ

  • સિંધુ ભવન રોડ

  • બોપલ-આંબલી રોડ

  • ઇસ્કોનથી-બોપલ આંબલી રોડ

  • ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર

  • સાયન્સ સિટી રોડ

  • શીલજ સર્કલથી સાયન્સી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ પર

  • આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટ રીંગ રોડ પર

  • સીજી રોડ

  • લો-ગાર્ડન ચાર રસ્તા, હેપ્પી સ્ટ્રીટસ, મ્યુનિસિપલ માર્કેટ અને પંચવટી રોડ

  • વસ્ત્રાપુર તળાવની ફરતે

  • માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ

  • ડ્રાઇવ-ઇન રોડ

  • ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ પ્રહલાદનગર 100 ફૂટનો રોડ

  • શ્યામલ બ્રીજથી જીવરાજપાર્ક ક્રોસ રોડ

  • આઈઆઈએમ રોડ

  • શિવરંજનથી જોધપુર ચાર રસ્તા, બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ

  • રોયલ અકબર ટાવર પાસે

  • સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ

  • સરખેજ રોઝા, કેડીલા સર્કલ, ઉજાલા સર્કલ

  • સાણંદ ક્રોસ રોડ, શાંતિપુરા રોડ


  આ પણ વાંચો :  સુરત : BJPના કોર્પોરેટરે ITસેલના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ Video મૂકતા હોબાળો, બચાવમાં કહી આ વાત

  ક્યા સુધી અલમ રહેશે

  હાલમાં તો તાત્કાલિક અસરથી અમદાવાદના આ વિસ્તારોની ધીકતી નાઇટ લાઇફને લોકડાઉન કરવાની વાત છે. ટૂંકમાં જ્યા સુધી નવો નિર્ણય ન લેવાય ત્યા સુધી આ નિર્ણય અમલમાં રહેશે.
  Published by:Jay Mishra
  First published:September 28, 2020, 15:33 pm

  ટૉપ ન્યૂઝ