લોકસભા ચૂંટણી: ગુજરાતમાં BJPના સ્પેશિયલ 26 કોણ? જુઓ- સંભવિત યાદી

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં BJPના સ્પેશિયલ 26 કોણ? જુઓ- સંભવિત યાદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. તો, રાજનાથ સિંહ લખનઉ, સ્મૃતિ ઈરાની અમેઠી, હેમા માલિની મથુરાથી ચૂંટણી લડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. તો, રાજનાથ સિંહ લખનઉ, સ્મૃતિ ઈરાની અમેઠી, હેમા માલિની મથુરાથી ચૂંટણી લડશે.

 • Share this:
  લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતમાં 4 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપ કયા સ્પેશ્યલ 26 ઉમેદવાર લોકસભાના ચૂંટણી જંગ માટે ઉતારશે તેની લોકો કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે.

  આજે લોકસભા ચૂંટણી માટે બીજેપી ઉમેદવારોનું પેહલું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં ભાજપાએ 184 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા બીજેપીના મુખ્યાલય પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી.  જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. તો, રાજનાથ સિંહ લખનઉ, સ્મૃતિ ઈરાની અમેઠી, હેમા માલિની મથુરાથી ચૂંટણી લડશે.

  ત્યારે ગુજરાતના કયા ઉમેદવારને ભાજપા મેદાનમાં ઉતારી શકે છે? તે પ્રશ્ન હજુ પણ સસ્પેન્સ છે. તો અમે તમને જણાવીશું કે ભાજપા કઈં બેઠક પરથી કયા ઉમેદવારને ટિકીટ આપી શકે છે. તો જોઈએ ભાજપના સંભવિત ઉમેદવારનું લીસ્ટ.

  ભાજપના સંભવિત ઉમેદવારો

  1. કચ્છ   - વિનોદ ચાવડા

  2. બનાસકાંઠા   - પરબત પટેલ

  3. પાટણ   - ભરતસિંહ ડાભી

  4. મહેસાણા   - સી.કે.પટેલ

  5. સાબરકાંઠા   - દિપસિંહ રાઠોડ

  6. ગાંધીનગર   -  અમિત શાહ (ફાઈનલ નામ)

  7. અમદાવાદ ઇસ્ટ   - હરિન પાઠક અથવા સી.કે.પટેલ

  8. અમદાવાદ વેસ્ટ   - ડો.કિરીટ સોલંકી

  9. સુરેન્દ્રનગર   - ડો.મુંજપરા

  10. રાજકોટ   - મોહન કુંડારિયા

  11. પોરબંદર   - જશુમતિ કોરાટ અથવા ભરત બોઘરા

  12. જામનગર   - પુનમ માડમ

  13. જૂનાગઢ   - રાજેશ ચુડાસમા

  14. અમરેલી   - નારણ કાછડિયા

  15. ભાવનગર   - રાજેન્દ્રસિંહ રાણા

  16. આણંદ   - દિપક સાથી અથવા બકાભાઇ પટેલ

  17. ખેડા   - દેવુસિંહ ચૌહાણ

  18. પંચમહાલ   - સી.કે.રાઉલજી અથવા તુષાર મહારાવ

  19. દાહોદ   - જશવંત સિંહ ભાભોર

  20. વડોદરા   - રંજન ભટ્ટ

  21. છોટાઉદેપુર   - રામસિંહ રાઠવા

  22. ભરૂચ   - મનસુખ વસાવા

  23. બારડોલી   - પ્રભુ વસાવા

  24. સુરત   - દર્શના જરદોષ અથવા નીતિન ભજિયાવાલા

  25. નવસારી   - સી.આર.પાટીલ

  26. વલસાડ   - ઉષા પટેલ અથવા ડી.સી.પટેલ
  Published by:News18 Gujarati
  First published:March 21, 2019, 20:55 pm

  ટૉપ ન્યૂઝ