રાજ્યમાં 26 IAS અધિકારીઓની સાગમટે બદલી, કચ્છ, આણંદ સાબરકાંઠાના કલેક્ટર બદલાયા

News18 Gujarati
Updated: December 13, 2019, 8:20 AM IST
રાજ્યમાં 26 IAS અધિકારીઓની સાગમટે બદલી, કચ્છ, આણંદ સાબરકાંઠાના કલેક્ટર બદલાયા
ગુજરાત સચિવાલય ફાઇલ તસવીર

ગુરૂવારે મોડી રાત્રે ગાંધીનગરમાંથી આદેશો છૂટ્યા, વહિવટીતત્રમાં મોટા પાયે ફેરફાર

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં ફરી એક વાર IAS (Indian Administrative Service) અધિકારીઓ અને GAS (Gujarat Administrative service) અધિકારીઓની મોટા પાયે સાગમટે બદલી કરવામાં આવી છે. ગુરૂવારે મોડી રાત્રે ગાંધીનગરથી (Gandhinagar) બદલીઓનો ગંજીફો ચીપાયો છે. આ બદલીઓના દોરમાં રાજ્યના 26 IAS અધિકારી અને ડે.કલેક્ટરો તેમજ GAS અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ચાર સચિવ કક્ષાના (Secretary) અને બાકીના 21 કલેક્ટર, DDO અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 IAS બદલીના હુકમ થયાં છે. જ્યારે દસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઇ છે. બંદર અને વાહન વ્યવહારવિભાગના અગ્રસચિવ સુનયના તોમરને ઉર્જા વિભાગમાં ખસેડાયા છે. આશ્ચર્યજનકરીતે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલીની વાતો વચ્ચે તેમને ખસેડાયા નથી.

સચિવના વિભાગોમાં બદલી

IAS સુનેના તોમર જે વાહન વ્યવહાર વિભાગમાંથી છે સામેલ છે. તેમની બદલી ઊર્જા એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે.આ સિવાય ગ્રામ-વિકાસ કમિશનર એસ.જે.હૈદર અને મનોજ અગ્રવાલની પણ બદલી કરાઈ છે. એસ.જે હૈદરની GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે. જ્યારે મનોજ અગ્રવાલને એસ.જે.હૈદરના સ્થાને નિમણૂક કરાયા છે. સિનિયર IAS અધિકારી કમલ દાયાનીને પણ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો અપાયો છે. ઉપરાંત GSRTCમાંથી સોનલ મિશ્રાને એસટીમાંથી ખસેડી નર્મદા વોટર રિસોર્સિસ અને વોટર સપ્લાય તથા કલ્પસરના સેક્રેટરી બનાવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, રવી પાકને નુકસાન

કચ્છ, આણંદ સાબરકાંઠાના કલેક્ટર બદલાયા
બદલીઓના દોરમાં કચ્છ આણંદ અને સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર બદલાયા છે. જેમાં નવસારીના DDO આર.જી. ગોહિલને આણંદના કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના આસિસ્ટન્ટ કલેક્ટર ડૉ.વિપિન ગર્ગને તેમના સ્થાને નવસારીના DDO તરીકે નિયુક્ત કરાયા છે. સાબરકાંઠાના કલેક્ટર પ્રવિણા ડી.કે.ની બદલી કચ્છના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે કચ્છના કલેક્ટર નાગરાજનને ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે શ્રમ વિભાગના નિયામક સી.જે.પટેલની બદલી સાબરકાંઠાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. આણંદના કલેક્ટર દિલિપ કુમાર રાણાની આદિજાતિ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા, દેશભરમાં કાયદો લાગુ થયો

GASની પણ બદલી
રાજ્યમાં ગઈકાલે આ ઓર્ડર સાથે વિવિધ વિભાગમાં ફરજ બજાવતાં GAS અધિકારીઓની પણ બદલીના પણ મોટા પાયે ઓર્ડર છુટ્યા છે. ગાંધીનગરમાં ગઈકાલે રાજ્યના વહિવટી તંત્રમાં ફેરફાર થવાની ચર્ચા જોરશોરમાં થઈ છે. રાજ્યમાં આગામી દિવસોમાં આઇ.પી.એસ. અધિકારીઓની પણ બદલી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर