Home /News /madhya-gujarat /

હાર્દિકના ઉપવાસઃ રાજ્યમાંથી કુલ 251 લોકોની અટકાયતઃ એડિશનલ ડીજીપી

હાર્દિકના ઉપવાસઃ રાજ્યમાંથી કુલ 251 લોકોની અટકાયતઃ એડિશનલ ડીજીપી

એડિશનલ ડિજીપી આર બી બ્રહ્મભટ્ટ

ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપીએ બપોરે પ્રેસકોન્ફરન્સ કરીને ગુજરાતમાંથી માત્ર 158 પાટીદારોની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું.

    હાર્દિક પટેલે ગ્રીનવુડ રિસોર્ટમાં પોતાના નિવાસ્થાને આમરણાંત ઉપવાસ કરવાનું શરુ કર્યું એ પહેલા તેણે એક પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા રાજ્યમાં 16,000 જેટલા પાટીદારોની અટકાયત કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપીએ બપોરે પ્રેસકોન્ફરન્સ કરીને ગુજરાતમાંથી માત્ર 158 પાટીદારોની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું.

    પોલીસના જણાવ્યા પ્રમાણે સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી કુલ 251 લોકોની અટકાત કરાઇ છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    એડિશનલ ડીજીપી આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગઈ 25મી ઓગસ્ટે 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં મોટાપાયે તોફાનીઓએ તોફાન મચાવ્યા હતા. જેના કારણે સરકારી મિલકતોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા પણ સુરતમાં બસ સળગાવવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી આપવામાં આવી.

    એડિશનલ DGP બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે , અત્યાર સુધી ગુજરાતભરમાંથી 158 પાટીદારોને ડિટેઈન કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ સામાજિક ખલેલ પહોંચાડી તોફાનની પરિસ્થિતિનું નિર્માણ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. બહારથી આવીને શહેરમાં ભેગા થશે અને પોલીસને દહેશત લાગશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Ad. DGP, Gujarat police, Hardik Patel Fast, Paas

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन