અમદાવાદઃ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીની આત્મહત્યા, મૃતદેહ પર મારપીટના નિશાન

News18 Gujarati
Updated: July 28, 2019, 8:36 PM IST
અમદાવાદઃ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીની આત્મહત્યા, મૃતદેહ પર મારપીટના નિશાન
મૃતક યુવતીની ફાઇલ તસવીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાએ આત્મહત્યા કર્યા બાદ મહિલાના પિયરિયાં પક્ષ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો કર્યો

  • Share this:
હિમાંશુ વોરા અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાએ આત્મહત્યા કર્યા બાદ મહિલાના પિયરિયાં પક્ષ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી.

અમદાવાદના ચાંદખેડામાં રહેતી 25 વર્ષીય ભાવનાએ હિતેશ રાવળ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હિતેશ રાવળ પોતે સાણંદમાં તલાટી તરીકે નોકરી કરે છે. ત્યારે ભાવનાના પરિવારજનોએ પણ ભાવના અને હિતેષના લગ્ન સ્વીકારી લીધા હતા. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ ભાવના તરફથી પિયર ફોન કરવામાં આવતો હતો અને અવારનવાર પોતે દહેજ માટે પતિ દ્વારા પ્રતાડિત થાય છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. આખરે ભાવનાના પરિવારજનો અમદાવાદ ચાંદખેડા પહોંચે તે પહેલા તેમને સમાચાર મળ્યા કે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે.

ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલે તેને મૃત ઘોષિત કરી છે. પરિણામે ભાવનાના પરિજનો ચાંદખેડા પહોંચ્યા અને ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા બીજી તરફ ભાવનાના સાસરિયા પક્ષ ફરાર થઇ ગયા.

ત્યારે ભાવનાના પિતા અને ભાઈનો આક્ષેપ છે કે ભાવનાના પતિ હિતેશ રાવળ દ્વારા અવારનવાર દહેજને લઈને ભાવનાને માર મારવામાં આવતો હતો. એક તરફ ભાવનાના પિતા મુકેશભાઈ તેમના જમાઈ હિતેશ રાવળ અને તેના પરિવારજનો પર દહેજ ને લઈને ભાવનાને મારવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ ભાવનાના ભાઈ મુકેશ પણ જણાવી રહ્યો છે કે હિતેષના નાના ભાઈના લગ્ન બાકી છે અને દહેજ માટે ભાવનાની હત્યા કરી છે. ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ નક્કર કામગીરી નહિ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ ભાવનાનો પરિજનો કરી રહ્યા છે.

ભાવનાના ભાઈ મુકેશનું માનીએ તો ભાવનાનો થોડા સમય પહેલા વાહન અકસ્માત થયો હતો અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી ત્યારે પોતે ઉભી થઇ શક્તિ નહતી તો ઊંચાઈ પર પંખે લટકી આત્મહત્યા કેવી રીતે કરી શકે. ત્યારે ભાવનાના હત્યારાઓને ઝડપી પકડવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. 
First published: July 28, 2019
વધુ વાંચો
अगली ख़बर