Home /News /madhya-gujarat /

25 IPSની બદલી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સ્પે. કમિશ્નર તરીકે અજય તોમરની નિમણૂક

25 IPSની બદલી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સ્પે. કમિશ્નર તરીકે અજય તોમરની નિમણૂક

ગુજરાતમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલી

સુરત પોલીસ કમિશનર તરીકે આર.બી.બહ્રમભટ્ટને મુકાયા છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચમાં સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણુક કરવામાં આવી

    નવીન ઝા, અમદાવાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની રાજ જોવાઈ રહી હતી ત્યારે સોમવારે 25 સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહત્વનુ છે કે, સુરત પોલીસ કમિશ્નર તરીકે આર.બી.બહ્રમભટ્ટને મુકાયા છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચમાં સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણુક કરવામાં આવી છે.

    આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તને આર્મડ યુનિટમાં ADDG મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે મોહન ઝાના નિવૃત્તી બાદ જેલના વડાની પોસ્ટ ખાલી હતી ત્યારે ખાલી જગ્યાએ ડો. K. L. N RAOને જેલ વડા તરીકે નિમણુક કરવામાં આવી છે.

    અમદાવાદમાં સેક્ટર-2માં એમ.એસ ભરાડાની જગ્યાએ નિપુર્ણા તોરવણેને મુકવામાં આવ્યા છે. સીઆઈડીના DIG મનિન્દર પ્રતાપ સિંઘને જુનાગઢ રેંજ તરીકે મુકવામાં આવ્યુ છે. અમદાવાદના ડીસીપી ઝોન-5ના અક્ષયરાજ મકવાણાને પાટણ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફીકમાં ડીસીપી તરીકે આઈપીએસ અજીતને મુકવામાં આવ્યુ છે. આઈપીએસ અધિકારી ડી.બી.વાઘેલાની એસીબીમાં બદલી કરવામાં આવી છે.

    નોંધનીય છે કે આ સિવાય બે આઈપીએસ અધિકારીઓને ASP તરીકે પોસ્ટીંગ આપવામાં આવી છે અને તેની સાથો સાથ 3 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે અને 7 પી આઈને ડીવાયએસપીનુ પ્રમોશન પણ આપવામાં આવ્યુ છે.

    રાજ્યમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા 15 અધિકારીઓને એસપીએસ તરીકે બઢતી આપી અલગ-અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ સિવાય અન્ય આઈપીએસ અધિકારીઓને બદલીને વાતો ચાલી રહી હતી પરંતુ માત્ર 25 આઈપીએસ અધિકારીઓની બદલી થતા ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat police, Gujarat state, IPS officers, Transferred

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन