અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની (Ahmedabad Municipal Corporation)કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. શહેરના રોડ રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં (High Court)થયેલી અરજી સુનાવણી દરમિયાન હાઇકોર્ટ એએમસીની (AMC)કામગીરીથી નારાજગી દર્શાવી હતી. તો ભાજપ (BJP)શાસકોએ રોડ રસ્તાની કામગીરી થતી હોવાનો દાવો કર્યો છે. વિપક્ષે રોડ રસ્તા મુદ્દે ભાજપ શાસકો પર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદ (Ahmedabad)શહેરમાં રોડ રસ્તા મુદ્દે ફરી એકવાર ગુજરાત હાઇ કોર્ટે અમદાવાદ મહાનગર પાલિકાની ઝાટકણી કાઢી હતી. હાઇ કોર્ટમાં ખંડપીઠે વર્તમાનમાં ચાલી રહેલ એએમસીની કામગીરીથી નારાજગી દર્શાવી હતી. અમદાવાદ મહાનગર પાલિકાના શાસકોએ હાઇકોર્ટના આકરા વલણ સામે કહ્યું હતુ કે એએમસીએ પ્રયાસ કર્યો છે કે શહેરમાં રોડ રસ્તા વધુ ઝડપથી રિસરફેશ કરવામાં આવશે.
એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે હાલ મહાનગરપાલિકા દ્વારા 230 કરોડથી વધુ ખર્ચે રોડ રસ્તા રિસરફેસ થયા છે . જે કદાચ પહેલીવાર આટલા મોટા બજેટનો ઉપયોગ કરાયો છે. એક અંદાજ મુજબ 4 લાખ મેટ્રીક ટનથી વધુ ડામરનો ઉપયોગ કરાયો છે. જે કદાચ પાછલા અનેક વર્ષેના કામ કરતા સૌથી વધુ છે. અમદાવાદ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે. નવા સીમાંકન કારણે અનેક ગામડાઓ અમદાવાદ શહેરમાં જોડાયા છે. તેથી તમામ વિસ્તારમાં જરિયાત પ્રમાણે કામ થઇ રહ્યું છે. હજૂ પણ મહાનગર પાલિકા એક અંદાજ મુજબ 1.5 લાખ મેટ્રીક ટન ડામરનો ઉપયોગ કરી શહેરના રોડ રસ્તા રિસરફેસ કરશે.
બીજી તરફ AMC ના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સત્તા પક્ષ પર રોડ રસ્તા મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતુ કે ભાજપ શાસકોએ મળતિયા કોન્ટ્રાક્ટરોને સાથે રાખી માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ચોમાસા બાદ 500થી વધુ રોડ રિસરફેસ તેમજ ખાડા પુરાણ પાછળ 250 કરોડનો ખર્ચે કરાયો છે. તેમ છતા આજે શહેરના અનેક વોર્ડમાં રસ્તા તુટેલા છે. ખાડા રાજ ચાલી રહ્યો છે. કરોડ રૂપિયાના ખર્ચ થયો છે પરંતુ પૈસા માત્ર કોન્ટ્રાકરને ફાયદો કરવા જ થયું હોય તેમ લાગે છે.
શહેરમાં સામાન્ય વરસાદ થાય અને રોડ રસ્તા તુટી જાય આ વાત કોમન થઇ છે. ત્યારે હાઇકોર્ટ પણ ટકોર કરી છે કે એએમસી યોગ્ય કામગીરી કરી શકતી નથી. રોડ રસ્તા સામાન્ય વરસાદમાં કેમ તુટી જાય છે. એવા કેમ રોડ બનાવો છો કે રસ્તા તુટી જાય છે. એક સિસ્ટમ ઉભી કરો અને તેનું યોગ્ય મોનિટરીગ કરવું જરૂરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર