Home /News /madhya-gujarat /

Ahmedabad Coronavirus updates: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

Ahmedabad Coronavirus updates: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં (Ahmedabad Coronavirus updates)સતત વધારો થઇ રહ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Coronavirus : ત્રીજી લહેરમાં કેસ વધી રહ્યા છે પરંતુ કોવિડ દર્દીઓ દાખલ થવાની કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. જે સૌથી મોટી રાહત તબીબો માની રહ્યા છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં (Ahmedabad Coronavirus updates)સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવા માટે અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)તબક્કાવાર અનેક પગલાઓ લઇ રહી છે. અમદાવાદ (Ahmedabad)શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામા આવ્યું છે. એએસમી મેડીકલ હેલ્થ અધિકારી ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા 15થી 20 દિવસમાં કોરોના કેસમાં (Gujarat Coronavirus updates)વધારો જોવા મળ્યો છે. શહેરમાં સરેરાશ 3500 થી 4000 કોરોના કેસ આવી રહ્યા છે. હાલ શહેરમાં કેસ વધતા એએમસી દ્વારા 60થી વધુ ડોમ ઉભા કરી ટેસ્ટિંગ ડ્રાઇવ શરૂ કરાઇ છે. આ ઉપરાત અર્બન હેલ્થ સેન્ટર પર અને શહેરના પ્રવેશતા વિસ્તારમાં ટેસ્ટિંગ પ્રમાણ વધાર્યું છે.

વધુમાં ડો સોલંકીએ જણાવ્યું હતું કે ગઇ કાલે એએમસી દ્વારા 23 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 17 હજાર 500 આરટીપીસીઆર અને 5500 એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એન્ટીજ રેપિડ ટેસ્ટમાં પણ 10 ટકા દર્દીઓ મળી આવ્યા છેય હાલ અમદાવાદ શહેરમાં 23 હજાર કોરોના એક્ટિવ કેસ છે. જેમા માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ છે. જેમા 150થી વધુ એસવીપી અને અસારવા સિવિલ હોસ્પિટલમા દર્દીઓ છે. માત્ર 65 દર્દીઓ વેન્ટિલટર પર છે. હાલ દર્દીઓની સંખ્યા વધી છે પરંતુ હોસ્પિટલમા દાખલ દર્દીઓની સંખ્યા થોડી જોવા મળી છે.

આ પણ વાંચો - અમદાવાદ : હજુ પણ સમય છે સમજો, વેકસીન લીધી નથી તેવા કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ ગંભીર

મહત્વપૂર્ણ છે કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ઘટી ગયું હોય તેવા અને સિરિયસ દર્દીઓની સંખ્યા વધુ હતી. દર્દીઓની મોટા પ્રમાણ હોસ્પિટલમા દાખલ થવાની એવરેજ વધુ હતી. પરંતુ ત્રીજી લહેરમાં કેસ વધી રહ્યા છે પરંતુ કોવિડ દર્દીઓ દાખલ થવાની કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. જે સૌથી મોટી રાહત તબીબો માની રહ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાએ 15 થી 18 વયના બાળકોના વેકિસનેશનનો લક્ષ્યાંક હાસલ કરવા નિર્ણય કર્યો છે. શાળાઓ બાદ હવે ક્લાસિસમાં જઇ મહાનગર પાલિકા બાળકોને વેકિસન ડોઝ આપશે.

અમદાવાદ શહેરમાં અંદાજીત 2 લાખ 76 હજાર બાળકો 15 થી 18 વયના હોવાનું અનુમાન છે. જે અંતર્ગત એએમસી આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 700 સ્કૂલમાં જઇ 1 લાખ 80 હજાર બાળકોનું રસીકરણ કરી નાખ્યુ છે. પરંતુ હજુ પણ એક લાખ બાળકો બાકી છે. જેઓ ક્લાસિસમાં અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ કલાસિસ સાથે એએસમી સંપર્ક કરશે. કલાસિસમાં જઇ વેકિસન ડોઝ આપશે. માત્ર કલાસિસ દ્વારા એએમસીને જાણ કરવાની રહેશે. ત્યાર બાદ એએમસી દ્વારા કલાસિસમાં જઇ 15 થી 18 વયના બાળકોને વેક્સીન આપશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, અમદાવાદ

આગામી સમાચાર