અમદાવાદ : ધનતેરસની આગલી રાત્રે જ માણેકચોકમાંથી 600 ગ્રામ સોનાની લૂંટ

News18 Gujarati
Updated: October 25, 2019, 10:48 AM IST
અમદાવાદ : ધનતેરસની આગલી રાત્રે જ માણેકચોકમાંથી 600 ગ્રામ સોનાની લૂંટ
કર્મચારી પર મેલુ નાખીને સોનાની ચોરી.

કર્મચારી કપડાં પર પડેલું પાણી સાફ કરતો રહ્યો અને ગઠિયાઓ 23 લાખનું સોનું ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : આજે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં વેપારીનું 600 ગ્રામ સોનું લૂંટાયું હોવાનો બનાવ બન્યો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલા બનાવમાં અજાણ્યા શખ્સો કારીગર પર મેલુ નાખીને આશરે 23 લાખનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા હતા. કારીગર આ સોનાને લઈને એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ કારીગરના શરીર પર કંઈક પડ્યું છે તેમ કહીને નજર ચૂકવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે માણેકચોક વિસ્તારમાં મોડી રાતે સોનાના બુલિયનના કર્મચારી પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. ચોરાયેલું સોનું લગડી અને બિસ્કિટ સ્વરૂપમાં હતું. કર્મચારી સોનું લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેના પર મેલુ નાખી દીધું હતું. આ કારણે કર્મચારીએ પોતાનું વાહન ઉભું રાખી દીધું હતું. આ જ સમયે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેની નજર ચુકવીને સોનું ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.ફરિયાદ પ્રમાણે ગુલબાઈ ટેકરા ખાતે રહેતા કાંતિ અમૃતલાલ ગુરુવારે રાત્રે માણેકચોકમાં આવેલા મેહુલ બુલિયનમાંથી સોનાના છ બિસ્કિટ અને 11 લગડીઓનો લઈને ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ રંગાટી બજાર પાસે પહોંચ્યા ત્યારે અચાનક તેમને ખંજવાળ આવવા લાગી હતી. જે બાદમાં તેમણે પોતાનું વાહન ઉભું રાખ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે આવીને તેમના શરીર પર પાણીની બોટલ ઢોળી દીધી હતી. વેપારી શરીર પરથી પાણી સાફ કરી રહ્યા હતા ત્યારે જ ગઠિયા સોનું લઈને ફરાર થઈ ગયા હતા.
First published: October 25, 2019, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading