લો બોલો! અમદાવાદ ટ્રાફિક પોલીસનાં સ્માર્ટ પ્રોજેકટમાં 23 લાખ લોકોએ ઇમેમો નથી ભર્યો


Updated: February 13, 2020, 9:52 AM IST
લો બોલો! અમદાવાદ ટ્રાફિક પોલીસનાં સ્માર્ટ પ્રોજેકટમાં 23 લાખ લોકોએ ઇમેમો નથી ભર્યો
પ્રતિકાત્મક તસવીર

હાલ, પોલીસ ચોપડે 23 લાખ લોકોએ ઇમેમો ન ભર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે 10 લાખ લોકોએ ઇમેમો ભર્યા છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં વાહન ચાલકો માટે ટ્રાફિકનાં નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકોએ કરેલા ટ્રાફિકનાં નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસુલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું હતું. છેલ્લા ઘણાં સમયથી તંત્રની ઉદાસીનતા જોવા મળી છે. હાલ પોલીસ ચોપડે 23 લાખ લોકોએ ઇમેમો ન ભર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે 10 લાખ લોકોએ ઇમેમો ભર્યા છે.

શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે અને જો વાહન માલિક ઈ-મેમોની ભરપાઈ નહી કરે તો ઘણાંખરા વાહન ચાલકોનાં આજીવન માટે લાયસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્ષ 2018થી અત્યાર સુધી સ્માર્ટસીટીનાં પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 10 લાખ લોકોએ ઈ-મેમો ભર્યા છે. રૂપિયા 23 લાખનાં ઇમેમો પેન્ડિંગ છે. જુના કેમેરા લાગ્યા હતા જેમાં 50 હજાર શહેરીજનોએ મેમો ભર્યા હતા. જ્યારે 56 હજાર વ્યક્તિઓના ઈ- ચલણ હજી પેન્ડીંગ છે.

અમદાવાદીઓએ લાખો રૂપિયાનાં ઈ-મેમોની ભરપાઈ તો કરી છે પરતુ તેની સામે ભરપાઈ નહી કરેલાનો આંકડો વધુ છે. તે વાત આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે. ટ્રાફિકનાં નિયમોને કડક બનવાની સાથે જ શહેર પોલીસ નાગરીકોને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તેના માટે થઈને દંડની રકમની વસુલાત પણ પુરજોશમાં કરી રહી છે. જેથી કરીને આવનારા નજીકનાં ભવિષ્યમાં શહેરીજનો ટ્રાફિકની સેન્સ સુધરે જેના લીધે થઈને અકસ્માતોની સંખ્યામાં ઘણો ઘટાડો થાય.

આ પણ વાંચો : LRD ભરતી વિવાદ : બિન અનામત વર્ગે કહ્યું, 'આજે સરકાર અમારી સાથે વાત નહીં કરે તો આંદોલન નક્કી'

ટુ-વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તમામ વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન તો કરવું જ પડશે તેવા કડક આગ્રહ સાથે ટ્રાફિક પોલીસ વિભાગ હવે મેદાને ઉતરી ગઈ છે. સ્માર્ટ સીટીના અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ હવે શહેરને સેન્ટ્રલાઈઝ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને શહેરમાં દરેક મોટા ચાર રસ્તા અને શક્ય હશે તો દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. જેના પગલે શહેરમાં બનતા ગુના ઉપર પણ બાજ નજર રાખી શકાય અને ગુનાને અટકાવવામાં ઘણી સરળતા મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018થી ચાલી રહેલા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે થઈને કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે છતાય ક્યાક કોઈ કચાસ રહી જતી લાગે છે. જેના પગલે ઈ-મેમો ભરપાઈની રકમ કરતા નહી ભરેલા આંકડાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બેથી ત્રણ પ્રકરનાં અલગ સ્કવોડની રચના પણ કરવામાં આવી છે. જે માત્ર ઈ-મેમોને લઈને કામગીરી કરે છે. બીજી તરફ આવનારા સમયમાં ટ્રાફિકના નિયમો અને ઈ-મેમો નહિ ભરપાઈ કરનારા લોકોના આગામી ભવિષ્યમાં ટ્રાનજેક્શન અટકાવી દેવામાં આવે તો પણ નવાઈની વાત નથી.
First published: February 13, 2020, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading