Home /News /madhya-gujarat /

રાજ્યમાં Coronaના 1402 નવા કેસ, 1321 દર્દી સાજા થયા, રિકવરી રેટમાં સતત વધારો

રાજ્યમાં Coronaના 1402 નવા કેસ, 1321 દર્દી સાજા થયા, રિકવરી રેટમાં સતત વધારો

રાજ્યમાં વધુ 16 દર્દીઓના થયા દુખદ નિધન, જાણો ક્યા ચિંતા વધી, ક્યા જિલ્લામાં કેસ વધ્યા. શું આ સ્થિતિમાં નવરાત્રિ યોજાવી જોઈએ ?

રાજ્યમાં વધુ 16 દર્દીઓના થયા દુખદ નિધન, જાણો ક્યા ચિંતા વધી, ક્યા જિલ્લામાં કેસ વધ્યા. શું આ સ્થિતિમાં નવરાત્રિ યોજાવી જોઈએ ?

    રાજ્યમાં 22મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1402 નવા કેસ પોઝિટિવ (22 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1321 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 16 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,26,169 એ પહોંચી ગયો છે.

    રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 298, અમદાવાદમાં 184, રાજકોટમાં 150, જામનગરમાં 123, વડોદરામાં 136, બનાસકાંઠામાં 46, ભાનગરમાં 47, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, ગાંધીનગરમાં 52, મોરબીમાં 23, ભરૂચમાં 22, પાટણમાં 19, જૂનાગઢમાં 35. મહીસાગરમાં 15, ગીરસોમનાથમાં 14, ભાવનગરમાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 12, બોટાદ, તાપીમાં 10-10, દેવભૂમિ દ્વારકામાં 9, અરવલ્લી, ખેડા, નવસારીમાં 8-8, નર્મદામાં 6, આણંદમાં છોટાઉદેપુરમાં 5-5, પોરબંદરમાં 5, વલસાડમાં 3, ડાંગમાં 2 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો :   વડોદરા : લીફ્ટમાં ફસાઈ જતા રિપેરીંગ કરવા આવેલા યુવકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન

    દરમિયાન રાજ્યમાં સુરતમાં 3, અમદાવાદમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં 3, અમરેલી, ગાંધીનગર, અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દી મળી કુલ 16 દર્દીના નિધન થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુનો આંકડો 3355 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 62, 097 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1402 પોઝિટિવ આવ્યા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 84.34 ટકા થયો છે.

    રાજ્યમાં કુલ 16402 દર્દી આજે એક્ટિવ કેસ તરીકે દાખલ છે, જે પૈકીના 92 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 16310 દર્દી સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાં 1,06412 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. રાજ્યનો રિકવરી અને ડિસ્ચાર્જ રેટ સતત વધી રહ્યો છે.

    આ પણ વાંચો :  અમદાવાદ : ઇમર્જન્સી વૉર્ડમાં કોરોનાના દર્દીનું મોત, પરિવારનો સારવાર ન અપાઈ હોવાનો આક્ષેપ

    ગુજરાતનો પોઝિટિવિટી રેટ માત્ર 3.25 ટકા : રૂપાણી

    દરમિયાન આજે યોજાયેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધીમાં 38 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1.26 લાખ દર્દી જ પોઝિટિવ નોંધાયા છે એટલે કે રાજ્યનો પોઝિટિવિટી રેટ ખૂબ ઓછો છે. રાજ્યનો 3.25 ટકા જેટલો પોઝિટિવિટી રેટ છે. હું વિરોધ પક્ષને પણ અરપીલ કરું છું કે પ્રજા ખૂબ ગભરાઈ ગઈ છે. આપણે સાથે મળીને આ સંકટમાંથી તેમને ઉગારીએ.

    અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલોને સેવામાં જોડવાથી કેસ ઘટ્યા

    દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ ટાંક્યુ કે અમદાવાદ શહેરની સ્થિતિ વિકટ હતી પરંતુ જ્યારથી આપણે ખાનગી હૉસ્પિટલો એના સંસાધનો, સ્ટાફ અને તબીબોને સેવામા જોતર્યા ત્યારથી અમદાવાદમાં સારવાર વધી અને સતત કેસનો ઘટાડો થયો. સરકારે ખાનગી હૉસ્પિટલોમાં પણ 50 ટકા બેડ રિઝર્વ રાખ્યા છે અને તેમાં મોકલવામાં આવતા દર્દીને મફતમાં સારવાર આપવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, Corona virus deaths in Gujarat, Coronavirus cases in Gujarat, COVID19, Gujaratcorona updates

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन