પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર, ચાંદખેડામાં પીઆઈ સહિત 21 પોઝિટિવ

પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર, ચાંદખેડામાં પીઆઈ સહિત 21 પોઝિટિવ
કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે

  • Share this:
અમદાવાદ : દિવાળીના પર્વ દરમિયાન કોરોના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે લોકડાઉનમાં શરૂઆતથી જ ફ્રન્ટ લાઇન તરીકે કામ કરતા પોલીસકર્મીઓ પણ કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. મહત્વની બાબત તો એ છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત 21 પોલીસ કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સાથે એટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું છે.

કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં જે રીતે હાહાકાર મચાવ્યો છે જેને લઈ અનેક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ફરી કોરોનાનો કહેર વધી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણેઅમદાવાદ સહિત 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂં લાગુ છે. કોરોનામાં સામાન્ય લોકોથી લઈને અનેક સેલિબ્રિટી અને નેતાઓ પણ લપેટમાં આવી ગયા છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ પણ કોરોનાના કહેરમાંથી બચી શક્યા નથી. કોરોનાના બીજા રાઉન્ડમાં હવે પોલીસ માટે પણ ચિંતા ઉભી થઈ ગઈ છે.આ પણ વાંચો - IND vs AUS: 12 વર્ષ પછી વિરાટ કોહલીના નામે નોંધાયો આવો શરમજનક રેકોર્ડ

મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી પોલીસના કુલ 976થી વધુ જવાનો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 872 જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે 11 જેટલા પોલીસ કર્મચારીઓના કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. હાલ પણ 95 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:December 02, 2020, 16:49 pm

टॉप स्टोरीज