કોરોના લૉકઆઉટે 1975ની કટોકટીની યાદ અપાવી, સમગ્ર દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ

News18 Gujarati
Updated: March 25, 2020, 12:18 PM IST
કોરોના લૉકઆઉટે 1975ની કટોકટીની યાદ અપાવી, સમગ્ર દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ
નગરનિગમ અને નગરપાલિકા બહાર સ્થિત નોંધાયેલા માર્કેટ આજથી ખોલી શકાશે. જોકે, દુકાનોમાં ફક્ત 50 ટકા કર્મચારીથી કામ કરવું પડશે. તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. સાથે જ ગૃહમંત્રાલયના આદેશ પ્રમાણે, નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. અહીં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા દેશવાસીઓ ઘરમાં કેદ, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી યાદ આવી ગઈ

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી ભારત (India) દેશને બચાવવા માટે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ 24 માર્ચની મધરાતથી દેશવ્યાપી લૉકડાઉન (Lock Down) કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમગ્ર દેશ 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. લૉકડાઉનની જાહેરાત બાદ બુધવાર સવારથી જ સમગ્ર દેશમાં જાણે કર્ફ્યૂ લાગી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રેલવે, હવાઈ મુસાફરી, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ બંધ થઈ જતાં જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તે વર્ષ 1975ની કટોકટી જાહેર થયા બાદ જોવા મળેલા દૃશ્યોની યાદ અપાવે છે. બંનેમાં ફરક એટલો છે કે 1975માં તાત્કાલીન વડાંપ્રધાને સત્તાની રાજરમતમાં કટોકટી જાહેર કરતાં લૉકડાઉન જેવી સ્થિતિ જોવા મળતી હતી જ્યારે અત્યારે કોવિડ-19 નામના દુશ્મનના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

1975માં દેશની સત્તારૂઢ ઈન્દિરા સરકારે પોતાની સત્તા ગુમાવવાના ડરમાં કટોકટી લાદીને જાણે કે દેશને બંધક બનાવી દીધો હતો. વિરોધ કરનારાઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવતા હતા. કોઈ પણ સરકારના નિર્ણય સામે બોલી શકવાની સ્થિતિમાં નહોતું. તે સમયે પણ પોલીસની કડક કાર્યવાહીને કારણે લોકોને ઘરમાં જ પૂરાઈ રહેવું પડતું હતું. તો તેની સામે 2020માં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર થતાં વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ આજથી ઘરમાં પૂરાઈ ગયો છે.

1971 યુદ્ધ સમયે રાત્રે અંધારપટ પળાતો

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે સમગ્ર દેશના લોકો પોતપોતાના ઘરમાં કેદ થવા મજબૂર થયા હતા. દુશ્મન દેશના વિમાનો હવાઈ હુમલો કરી દેશે તેનો પણ ખતરો રહેતો હતો. આ કારણે રાતના સમયે તો અંધારપટ પાળવો પડતો હતો. ઘરમાં લાઇટ કે દીવો કરવાની પણ મનાઈ હતી. તે સમયે જો ભારતના વિમાનનો પણ અવાજ આવતો તો લોકો ડરના માર્યા ધ્રૂજવા લાગતા હતા.

આ પણ વાંચો, Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી

2020ના લૉકડાઉનમાં કોરોના સંક્રમિત વ્યક્તિથી ખતરોકોરોના વાયરસ એક-બીજાના સંપર્કમાં આવવાના કારણે ફેલાતી મહામારી છે. સોશિયલ ડિસ્ટન્ટિંગ ઊભું થાય તે માટે પીએમ મોદીએ બધાને પોતપોતાના ઘરમાં રહેવાની સલાહ આાપી છે. કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી થતો હોવાથી લૉકડાઉનના સમયમાં લોકો પોતાના ઘરમાં જ કેદ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

બુધવારની સવારથી જ આખો દેશ લૉકડાઉન

મંગળવાર રાતથી લૉકડાઉન જાહેર થયા બાદ આખા દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. જાહેર રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસકર્મીઓ ખડેપગે કામ કરી રહ્યા છે. દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, દૂધની ડેરીઓને બાદ કરતાં તમામ બજારોમાં તાળાબંધી છે. ઊંઝામાં આવેલું વિશ્વનું સૌથી મોટું જીરાનું માર્કેટ યાર્ડ હોય કે લાખોની ભીડ ઉમટી પડે છે તેવું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી હોય બધું જ બંધ હાલતમાં છે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ મંદિરો ભક્તો વિહોણા

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે પરંતુ રાજ્યમાં આવેલા તમામ જાણીતા ધર્મ સ્થળો બહુચરાજી માતાની મંદિર, અંબાજી માતાનું મંદિર, ચોટીલામાં ચામુંડા માતાનું મંદિર હોય છે પાવાગઢમાં આવેલું મહાકાળી માતાનું મંદિર, બધા જ માતાજીના સ્થાનકો માત્ર આરતી પૂરતા જ ખૂલે છે અને તેમાં પણ માત્ર પૂજારી અને મંદિર સ્ટાફ જ હાજર રહે છે. આમ, ચૈત્રી નવરાત્રીએ જોવા મળતા ભક્તોના ઘોડાપૂરની સામે મંદિરો ભક્તો વિહોણા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો, લૉકડાઉન! Flipkartએ બંધ કરી પોતાની તમામ સર્વિસ, લોકોને આપ્યો આ જરૂરી સંદેશ
First published: March 25, 2020, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading