2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ જીતવાનો પ્લાન ઘડી નાંખ્યો છે અમિત શાહે!

News18 Gujarati
Updated: July 1, 2018, 4:12 PM IST
2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ જીતવાનો પ્લાન ઘડી નાંખ્યો છે અમિત શાહે!
બે દિવસની ચિંતન શિબિર દરમિયાન પાર્ટીએ 2019ની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી

  • Share this:
બીજેપી અધ્યક્ષ અમિત શાહે 2019માં થનારી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની દરેક 26 લોકસભા સીટો તેમની પાસે જ રહે તેવો પ્લાન ઘડી નાંખ્યો છે. પરંતુ 2017માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રદર્શનને જોતા આને ઘણું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 182માંથી 99 સીટો પર જ જીત મેળવી છે. જોકે પાર્ટીની રાજ્ય એકમે 2019માં દરેક લોકસભા સીટો પર જીત મેળવવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્ય એકમનું માનવું છે કે વિધાનસભા અને લોકસભા ચૂંટણી અલગ અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે.

બીજેપીના સૂત્રોએ જણાવ્યું કે બે દિવસની 'ચિંતન શિબિર' દરમિયાન પાર્ટીએ 2019ની ચૂંટણીની તૈયારી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક 24-25 જૂનના રોજ કરવામાં આવી હતી. સમાપન સત્રમાં શાહે પાર્ટી કાર્યકર્તાઓએ  તમામ 26 સીટો પર જીત માટે ઘણી મહેનત કરવા માટે કહ્યું હતું.

2014માં સત્તાપક્ષે વિપક્ષને હરાવતા રાજ્યમાં દરેક 26 સીટો પર જીત નોંધાવી હતી. જોકે ડિસેમ્બર 2017માં રાજ્યમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 182માંથી માત્ર 99 સીટો પર જ જીત મેળવી હતી. મોરબી, અમરેલી, અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં તો પાર્ટીનું ખાતુ પણ ખુલ્યું ન હતું.

બીજેપી સૂત્રોએ જણાવ્યું કે સત્ર દરમિયાન શાહે પાર્ટી નેતાઓથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીવાળી સરકાર દ્વારા કરવામાં આવેલ 'સારા કામો' અંગે લોકોને જણાવવાનું કહેવમાં આવ્યું છે.
First published: July 1, 2018, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading