Home /News /madhya-gujarat /

અમેરિકા ચૂંટણી 2016 પરિણામ : ડોનાલ્ડ ટ્રંપ જીતની નજીક

અમેરિકા ચૂંટણી 2016 પરિણામ : ડોનાલ્ડ ટ્રંપ જીતની નજીક

વિશ્વના સૌથી શક્તિશાળી દેશની સત્તા માટે ખેલાયેલા ખરાખરીના ખેલમાં છેવટે ડોનાલ્ડ ટ્રંપ બાજી મારવા તરફ આગળ વધી રહ્યા છે. હરીફ હિલેરી ક્લિંન્ટનને પાછળ પાડી ટ્રંપ જીત તરફ મારતે ઘોડે દોડી રહ્યા છે.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશની સત્તા માટે ખેલાયેલા ખરાખરીના ખેલમાં છેવટે ડોનાલ્ડ ટ્રંપ બાજી મારવા તરફ આગળ વધી રહ્યા છે. હરીફ હિલેરી ક્લિંન્ટનને પાછળ પાડી ટ્રંપ જીત તરફ મારતે ઘોડે દોડી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વિશ્વના સૌથી શક્તિશાળી દેશની સત્તા માટે ખેલાયેલા ખરાખરીના ખેલમાં છેવટે ડોનાલ્ડ ટ્રંપ બાજી મારવા તરફ આગળ વધી રહ્યા છે. હરીફ હિલેરી ક્લિંન્ટનને પાછળ પાડી ટ્રંપ જીત તરફ મારતે ઘોડે દોડી રહ્યા છે.

અમેરિકા રાષ્ટ્રપતિ પદ માટે મંગળવારે યોજાયેલી ઇલેક્ટોરલની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે એ જોતાં ડોનાલ્ડ ટ્રંપ હિલેરીને માત આપતા દેખાઇ રહ્યા છે.

ટ્રંપે જોર્જિયામાં જીત મેળવી છે જ્યારે હિલેરીએ નેવાડામાં જીત મેળવી છે. જોકે હિલેરના સમર્થનમાં 215 ઉમેદવાર જીત્યા છે જ્યારે સામે ટ્રંપના સમર્થનવાળા 238 ઇલેક્ટોરલ વિજયી થયા છે. બહુમત માટે 270 ઇલેક્ટોરલની જરૂર છે. ટ્રંપ આ આંકડાની નજીક ઝડપથી આવી રહ્યા છે જ્યારે હિલેરીની ગાડી છુટકી દેખાઇ રહી છે.

રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિંન્ટન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. બંને દિગ્ગજોને લઇને વિશ્વ જાણે બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. બંને પાવરફુલ નેતાઓને જોતાં જીત કોની થશે એ અંગે ભારે વિરોધાભાસ જોવા મળતો હતો. જોકે હિલેરીની જીત માટે વધુ સંભાવના હતી. પરંતુ પરિણામના આંકડા અલગ ચીતાર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રંપ જીત તરફ આગળ વધી રહ્યા છે.

10મી વખત રિપબ્લિકનનો વિજય થશે

1950થી લઇને અત્યાર સુધી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીનો નવ વખત વિજય થયો છે. જો આ વખતે ટ્રંપ જીતે તો આ દસમો વિજય હશે. જ્યારે રાષ્ટ્રપતિ પદે હરીફ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ 7 વખત વિજયી થયા છે.

અમેરિકામાં થશે સત્તાનું પરિવર્તન

જો ડોનાલ્ડ ટ્રંપનો રાષ્ટ્રપતિ પદે વિજય થશે તો અમેરિકામાં સત્તા પરિવર્તન થશે. હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રિટેક પાર્ટીમાંથી આવે છે જ્યારે ડોનાલ્ડ ટ્રંપ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. ટ્રંપ સામે ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિંન્ટને ટક્કર આપી છે.
First published:

Tags: અમેરિકા ચૂંટણી, ડોનાલ્ડ ટ્રંપ, બરાક ઓબામા, રાષ્ટ્રપતિ ચૂંટણી, હિલેરી ક્લિન્ટન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन