Home /News /madhya-gujarat /

CBSE Board Exams: ગુજરાતનાં રમખાણ પર ધો. 12ની પરિક્ષામાં પૂછાયો સવાલ, બોર્ડે માંગી માફી

CBSE Board Exams: ગુજરાતનાં રમખાણ પર ધો. 12ની પરિક્ષામાં પૂછાયો સવાલ, બોર્ડે માંગી માફી

CBSCની પરીક્ષામાં પુછાયો વિવાદિત સવાલ

    CBSE ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સવાલ પૂછવામાં આવ્યો જે હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. CBSEની પરીક્ષામાં ગુજરાતમાં થયેલા રમખાણો સાથે જોડાયેલ એક સવાલ પુછવામાં આવ્યો હતો. CBSEનાં ધોરણ 12માંના સમાજશાસ્ર (Sociology) બોર્ડ પરીક્ષા (Class 12 Sociology Board Exam Paper)માં પુછવામાં આવેલ એક સવાલને અયોગ્ય ગણાવતા એક નિવેદન પણ આપ્યું છે. હાલ ધોરણ 10 ની અને 12 ની સીબીએસઈની ટર્મ-1 ની પરીક્ષા ચાલી રહી છે.

    બુધવારે CBSE ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સવાલ પૂછવામાં આવ્યો જેનાથી આ બાબત ચર્ચામાં આવી છે. સીબીએસઈની પરીક્ષામાં ગુજરાતમાં થયેલા રમખાણો સાથે જોડાયેલ એક સવાલ પુછવામાં આવ્યો હતો.

    એમસીક્યુ બેઈઝ પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો, ‘2002 માં ગુજરાતમાં મોટા પાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારમાં થઈ ?’ તેના માટે વિદ્યાર્થીઓને ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન હતા.



    CBSE એ કહ્યું જવાબદાર સામે થશે કાર્યવાહી

    સોશિયલ મીડિયા પર અનેક લોકોના CBSEની પરિક્ષામાં પૂછવામાં આવેલા સવાલના પેપરની તસવીર શેર કરી હતી. જેને લઈ અમુક લોકોએ નારાજગી વ્યક્ત કરી. હંગામો વધતો જોઈ CBSEએ ટ્વીટ કરી નિવેદન જાહેર કર્યું જેમાં જે પણ વ્યક્તિ તેની પાછળ જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તેવું આશ્વાસન આપ્યું છે. બોર્ડે ટ્વીટ કર્યું કે ધોરણ 12 ના સમાજશાસ્ર ટર્મ-1 પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જે અયોગ્ય છે. આ પ્રશ્ન પત્ર સેટ કરવા માટે બાહરનાં વિષય નિષ્ણાંતો માટે સીબીએસઈ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 2002 Riots, CBSE 12th Exam 2021, CBSE 12th Result 2021 Live Updates, CBSE Board Exams

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन