અમદાવાદમાંથી રોજના 200 વાહન ડિટેઇન, 541 કેસમાં 19 લાખ 99 હજારનો દંડ વસુલ

અમદાવાદમાંથી રોજના 200 વાહન ડિટેઇન, 541 કેસમાં 19 લાખ 99 હજારનો દંડ વસુલ
ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે

ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે, કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : કોરોનાની મહામારીમાં લોકો ઝઝુમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર દંડ ઉઘરાવવામાં પડ્યું છે. અમદાવાદ શહેરમાંથી રોજના 200 આસપાસ વાહન ડિટેઇન થયેલા આરટીઓ કચેરીમાં આવી રહ્યા છે. ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે. લાઇન લગાવ્યા બાદ પણ નંબર આવે ત્યારે જો કોઈ દસ્તાવેજમાં એકપણ પુરાવા ઘટ્યા તો બીજા દિવસે લાઈનમાં ઉભા રહેવું પડે છે. લોકો ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે. ત્યારે વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

આરટીઓ કચેરી પર વાહન છોડાવવા આવેલા લોકોએ પણ રોષ વ્યકત કર્યો છે. વાહન છોડાવવા માટે ઘરેથી આરટીઓ સુધી આવવા માટે 80 રૂપિયા થાય છે અને ત્રણ દિવસથી આવી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં amts અને brts બંધ છે. બાઇક ડિટેઇન થઈ છે કઈ રીતે કામ માટે બહાર જવું. વહેલી સવારથી લોકો પોતાનું વાહન છોડાવવા માટે કચેરી પર આવી જાય છે અને લોકોની ભીડ થાય છે ત્યારે સંક્રમણ વધવાનો ડર પણ સતાવી રહ્યો છે.આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે

રોજના દંડ ભરવા માટે એક અરજદાર સાથે બેથી વધુ લોકો આવે છે. જે અમારા માટે પણ મુશ્કેલ બને છે. આવતીકાલથી ડિટેઇન વાહન છોડાવવા માટે સવારના 9.30 વાગ્યાથી કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી 541 કેસમાં 19 લાખ, 99 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:April 22, 2021, 18:13 pm

ટૉપ ન્યૂઝ