Home /News /madhya-gujarat /

અમદાવાદઃ મહિલાને ATMમાંથી રૂ.500 ઉપાડી બેલેન્સ ચેક કરવું ભારે પડ્યું, ખાતામાં ગયા રૂ.2 લાખ

અમદાવાદઃ મહિલાને ATMમાંથી રૂ.500 ઉપાડી બેલેન્સ ચેક કરવું ભારે પડ્યું, ખાતામાં ગયા રૂ.2 લાખ

સાબર મતી પોલીસસ્ટેશન

Ahmedabad Crime News:ન્યુ રાણીપ (New Ranip) વિસ્તારમાંથી એક મહિલાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 2 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે.

અમદાવાદ: જો તમે એટીએમ સેન્ટરમાં (ATM) રૂપિયા ઉપાડવા માટે જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ આવીને તમને મદદ કરવા માટે જણાવે તો સહેજ પણ વિશ્વાસ કરતા નહિ. નહિ તો પસ્તાવાનો વખત આવશે. કેટલાક દિવસ અગાઉ પણ કારંજમાં આ જ રીતે એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી (bank account) રૂપિયા 23900 ઉપાડી લીધા હતા. બાદમાં હવે ન્યુ રાણીપ (New Ranip) વિસ્તારમાંથી એક મહિલાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 2 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે.

ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી ઓમકુમારી રાઠોડએ 25મી જાન્યુઆરીએ તેમના એકાઉન્ટમાં રૂપિયા 20 હજાર ભર્યા હતા. જોકે જમાં થયેલ રૂપિયાની કોઈ મેસેજ આવ્યો ના હતો અને પાસબુક મશીન બંધ હોવાથી પાસબુકમાં એન્ટ્રી પણ થઈ ના હતી.

તારીખ 7 મી ફેબ્રુઆરીએ ફરિયાદી તેમના પતિ સાથે ન્યુ રાણીપમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં તેમને એકાઉન્ટમાં ભરેલ રૂપિયા જમાં થયા છે કે નહિ તે તપાસ કરવા ગયા હતાં. જો કે પાસબુક મશીન બંધ હોવાથી પાસબુકમાં એન્ટ્રી થઈ શકી ના હતી. જેથી ફરિયાદી મહિલા એ એ ટી એમમાંથી રૂપિયા 500 ઉપાડીને બેલેન્સ ચેક કરવાનું વિચારી એ ટી એમ સેન્ટર પર ગયા હતા.

આ પણ વાંચોઃ-OMG! અમદાવાદમાં ગે ચેટ એપ્લિકેશનમાં ભરાઈ ગયો યુવક, મેસેજ કરનારને મળવા જવાનું એક લાખમાં પડ્યું

તેઓ એ ટી એમમાંથી રૂપિયા ઉપાડી રહ્યા હતા. તે સમયે બે અજાણયા ઈસમોએ ATMમાં પૈસા છે કે કેમ તેમ પૂછેલ ત્યારે ફરિયાદી એ કહેલ કે હું ATM માંથી પૈસા ઉપાડું છું  પણ ATM માં પૈસા નથી એવું લાગે છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ પિતાની લાઈસન્સ રિવોલ્વર સાથે ચાલુ બુલેટે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, થઈ ધરપકડ, જુઓ viral video

ત્યારે આરોપીએ તમે ATM ખોટી રીતે નાખો છો  લાવો હું પૈસા કાઢી આપું તેમ કહીને ફરિયાદી પાસે થી ATM લઈને આરોપીએ પિન નાખવાનું કહ્યું હતું પણ ATMમાંથી પૈસા ઉપડયા ના હતા અને બને આરોપીએ ATMમાં પૈસા નથી તેમ કહીને ફરિયાદનું ATM કાર્ડ પોતે મેળવી અન્ય કાર્ડ ફરિયાદીને આપી દીધું હતું. અને  ત્યાર બાદ ફરિયાદી અને તેમના પતિ ઘરે જતા રહયા હતા.

જો કે 9 મી તારીખે ફરી તેઓ બેંકમાંથી રૂપિયા જમા થયેલ હોવાનો કોઈ મેસેજ આવ્યો છે કે કેમ તે ચેક કરવા જતાં બેંકમાંથી અલગ અલગ રીતે રૂપિયા 2 લાખ ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. જે અંગે ની જાણ પોલીસને કરતા પોલીસએ હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર