અમદાવાદ : 2 કરોડથી વધારે પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી અલગ-અલગ ઝોનની 22 પ્રોપર્ટી સીલ

અમદાવાદ : 2 કરોડથી વધારે પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી અલગ-અલગ ઝોનની 22 પ્રોપર્ટી સીલ
અમદાવાદ : 2 કરોડથી વધારે પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી અલગ-અલગ ઝોનની 22 પ્રોપર્ટી સીલ

મહાનગરપાલિકા દ્રારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

  • Share this:
અમદાવાદ : ગુજરાત સરકારે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપી હોવા છતાં તેનો લાભ લેવાને બદલે લાંબા સમયથી બાકી ટેક્સ નહીં ભરતા 22 પ્રોપર્ટીને અમદાવાદ મહાનગરપાલિકાએ સીલ કરી છે. નવરંગપુરા, થલતેજ, ઘાટલોડિયા, રાણીપની પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે. આ મિલકતો પાસેથી 2 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. જેના કારણે મહાનગરપાલિકા દ્રારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

થલતેજના સુવિધાનગર, ડ્રાઈવ ઈન શોપિંગ, સદભાવ કોમ્પલેક્સ, શિવાલિક કોમ્પલેક્ષની 8 અને ઘાટલોડિયાની 5 પ્રોપર્ટી મળીને ઉત્તર પશ્વિમ ઝોનની 13 મિલકતોને, નવરંગપુરામાં કમલ કોમ્પલેક્ષ, આકૃત્તિ કોમ્પલેક્ષ, બી કે હાઉસ, પાર્થ કોમ્પલેક્ષ તથા રાણીપમાં 3 પ્રોપર્ટી મળી કુલ 9 પ્રોપર્ટીને મહાનગરપાલિકાએ સીલ કરી છે.આ પણ વાંચો - અમદાવાદ : શેરમાર્કેટનું ગેરકાયદે સોફ્ટવેર રાખનારા વાસુ પટેલ અને કરણ ઠક્કર ઝડપાયા

સીલ કરેલ પ્રોપર્ટીમાં લલિતમહલ સિનેમા, કાળી ગામ (બાકી ટેક્સ 34.39 લાખ રૂપિયા), હર્ષિત રિયાલીટી પાર્થ કોમ્પલેક્ષ, સ્વસ્તિક ચાર રસ્તા (બાકી ટેક્સ 24.39 લાખ રૂપિયા), અરવિંદ ફેશન, બી કે હાઉસ (બાકી ટેક્સ 18.16 લાખ રૂપિયા), આદિત્ય ઓનર, આકૃતિ કોમ્પલેક્ષ નવરંગપુરા (બાકી ટેક્સ 17.97 લાખ રૂપિયા), કનુભાઈ ભાટિયા, એલએલ 5 કમલ કોમ્પલેક્ષ, નવરંગપુરા (બાકી ટેક્સ 17.25 લાખ રૂપિયા), કૌશિલ પ્રદ પીટીએલ, સાબરમતી એસ્ટેટ, રાણીપ (બાકી ટેક્સ 6.56 લાખ રૂપિયા), અંબરીશ વિદ્યાલય, અંબરીશ સોસાયટી, રાણીપ (બાકી ટેક્સ 1.21 લાખ રૂપિયા), આલ્ફા સાયન્સ એકેડમી, દેવાશિષ ફલેટ, ઘાટલોડિયા (બાકી ટેક્સ 3.33 લાખ રૂપિયા).

બેસ્ટ એન્ટરપ્રાઈઝ, ગોપાલ સુર્યા કોમ્પલેક્ષ, ઘાટલોડિયા (બાકી ટેક્સ 3.32 લાખ રૂપિયા), બીજલ શાહ, માનસી સોસાયટી, ઘાટલોડિયા (બાકી ટેક્સ 1.05 લાખ રૂપિયા), નવકાર ટેલિકોમ, શ્રીરામ ફેબ્રિક્સ, ઘાટલોડિયા (બાકી ટેક્સ 1 લાખ રૂપિયા), ચામુંડા એન્ટરપ્રાઈઝ ઘાટલોડિયા (બાકી ટેક્સ 1.03 લાખ રૂપિયા), જયોત્સના પટેલ, ડ્રાઈવ ઈન શોપિંગ સેન્ટર, થલતેજ (બાકી ટેક્સ 11.72 લાખ રૂપિયા), બાર્બેક્યુ નેશનલ હોટલ, શિવાલિક 3 થલતેજ (બાકી ટેક્સ 49.89 લાખ રૂપિયા), મધુકાંતા શાહ, દેવર્ષિ કોમ્પલેક્ષ, થલતેજ (બાકી ટેક્સ 7.69 લાખ રૂપિયા), બીરેન પરીખ, સુવિધાનગર, થલતેજ (બાકી ટેક્સ 5.36 લાખ રૂપિયા), જયશ્રીદેવી અગ્રવાલ, નેસ્ટર વેબટેક સુરજશ્રી એસો. થલતેજ (બાકી ટેક્સ 6.45 લાખ રૂપિયા), પરિવૃંદ સોસાયટી, 1001 માઈલસ્ટોન, થલતેજ (બાકી ટેક્સ 3.91 લાખ રૂપિયા), પરિવૃંદ સોસાયટી, 808- 809, માઈલસ્ટોન, થલતેજ (બાકી ટેક્સ 3.20 લાખ રૂપિયા)નો સમાવેશ થાય છે.
Published by:Ashish Goyal
First published:January 23, 2021, 20:16 pm

ટૉપ ન્યૂઝ