અમદાવાદ :13 વર્ષનાં પુત્રની માતાને 19 વર્ષનાં પ્રેમીની ધમકી, 'મારી સાથે લગ્ન નહીં કરે તો ...'

Kaushal Pancholi
Updated: August 20, 2019, 12:34 PM IST
અમદાવાદ :13 વર્ષનાં પુત્રની માતાને 19 વર્ષનાં પ્રેમીની ધમકી, 'મારી સાથે લગ્ન નહીં કરે તો ...'
પ્રતિકાત્મક તસવીર

કિશોર જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેઓ મળ્યાં હતાં અને એકબીજાનાં પ્રેમમાં હતાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલાને 19 વર્ષનાં કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલાનાં છૂટાછેડા થયા છે અને તેને 13 વર્ષનો પુત્ર પણ છે. કિશોર જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેઓ મળ્યાં હતાં અને એકબીજાનાં પ્રેમમાં હતાં. એટલે આ સંબંધ 4 વર્ષથી ચાલતો હતો. આ યુવાન મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવાને ધમકી આપતા જણાવ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને મારી નાંખીશ.

આ મામલે મળતી માહિતી પ્રમાણે 34 વર્ષની મહિલાનું 2004માં પ્રેમ લગ્ન થયું હતું. જે બાદ 2016માં છૂટાછેડા થયા હતાં. તેઓ હાલ એક એનજીઓ સાથે સંકળાયેલા છે. વર્ષ 2015માં એક યુવકનાં સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારે તે યુવાન 15 વર્ષનો હતો. બંન્ને અવારનવાર મળતા હતાં જેથી તેમની વચ્ચે નીકટતા વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચો : સુરત : યુવકે મોબાઇલમાં પોર્ન ક્લિપ બતાવી બાળાઓ સાથે અડપલાં કર્યા

આ મહિલા પોતાનાં દીકરા સાથે અમદાવાદમાં પિતાને ઘરે આવ્યાં હતાં. ત્યારે યુવકે ફોન કરીને ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે તું તારા પિતાનાં ઘરે કે બીજી જગ્યાએ ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું અને હું તને ઉપાડી જઇશ. હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ. જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાંખીશ. જે બાદ આ અંગેની ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી. જેને જામીન પણ મળ્યાં છે. આ ઉપરાંત યુવકનાં મોબાઇલમાં મહિલાનાં અનેક વીડિયો છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
First published: August 20, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading