અમદાવાદ: 'હું તને પ્રેમ કરૂં છું' કહી યુવાને 11 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: March 19, 2019, 8:43 AM IST
અમદાવાદ: 'હું તને પ્રેમ કરૂં છું' કહી યુવાને 11 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ
મીર સુહૈલ દ્વારા બનાવવામાં આવેલો ક્રિએટિવ ફોટો

કિશોરીને નજીકમાં રહેતો 19 વર્ષનાં યુવાને ઈશારો કરીને ઘરમાં બોલાવી હતી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતી 11 વર્ષની કિશોરી પર 19 વર્ષનાં યુવાને તને ખૂબ પ્રેમ કરૂં છું કહીને દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવાન મુંબઇનાં વર્લ્ડ ફેમસ ડાન્સ ગ્રૂપ સાથે ટ્રેનિંગમાં જોડાવવાનો હતો. ઘાટલોડિયાની હાઉસિંગ પાસે રવિવારે બપોરે બનેલી આ ઘટના અંગે પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ઘાટલોડિયા વિસ્તારમાં હાઉસિંગ સોસાયટી પાસે રહેતી એર કિશોરી રવિવારે બપોરે 12 વાગ્યાથી ઘરેથી નીકળી તે બપોરનાં 2 વાગ્યા સુધી આવી ન હતી. જેના કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. આ કિશોરી ઘરની બહાર રમતી હતી તેથી તેની બહેનપણીઓએ કહ્યું હતું કે તે ઉમેશ ઉર્ફ ડાન્સર નરેશ ચૌહાણના ઘરે ગઈ છે. કિશોરીનાં પિતાએ ઉમેશના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો પણ ખુલ્યો ન હતો. દરમિયાન લોકો ભેગા થઈ જતાં ઉમેશ અને કિશોરી ઘરમાંથી બહાર આવ્યાં હતાં .

આ પણ વાંચો: પ્રામાણિકતા: સુરતનાં સેલ્સમેનને રસ્તા પરથી મળ્યાં 10 લાખ રૂપિયા, કર્યા પરત

જે બાદ પરિવાર કિશોરીને ઘરે લઈ જઈને પૂછપરછ કરી હતી. જેમાં કિશોરીએ જણાવ્યું કે, તે સ્કુલ જવા નીકળતી તે સમયે રસ્તામાં ઉમેશ ઈશારા કરતો હતા. રવિવારે ઉમેશે મને તેના ઘરે બોલાવી અને મારી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. પરિવારની ફરિયાદને પગલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યાં પ્રમાણે ઉમેશ ડાન્સર તરીકે સમગ્ર વિસ્તારમાં ખ્યાતી ધરાવે છે. તે સ્ટેજ પોગ્રામ તેમજ પ્રસંગોમાં ડાન્સ કરતો હતો. મુંબઈના નાલાસોપારામાં આવેલા વર્લ્ડ ફેમસ ડાન્સ ગ્રૂપ વી કંપનીમાં ટ્રેનિંગ માટે તે જવાનો હતો. આરોપી સામે પોકસો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
First published: March 19, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading