અમદાવાદ : 7 વર્ષની બાળકીની લાજ લેવાના ઇરાદે યુવક તેની સાથે ઊંઘી ગયો

News18 Gujarati
Updated: October 11, 2019, 11:17 AM IST
અમદાવાદ : 7 વર્ષની બાળકીની લાજ લેવાના ઇરાદે યુવક તેની સાથે ઊંઘી ગયો
પ્રતિકાત્મક તસવીર

બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારના લોકો જાગી ગયા, સોલા પોલીસે આરોપી યુવતની ધરપકડ કરી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં ગરીબો ઘર બહાર ઊંઘી જતા હોય છે. આ તકનો ક્યારેક છેડતીખોરો ગેરફાયદો ઉઠાવતા હોય છે અને ગરીબ પરિવારની મહિલાઓ અને દીકરીઓની છેડતીના બનાવો બનતા હોય છે. થલતેજ ગામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાત વર્ષની બાળકી તેના પરિવાર સાથે ઊંઘી રહી હતી ત્યારે 19 વર્ષનો સ્થાનિક યુવક તેની લાજ લેવાના ઇરાદે ત્યાં આવીને બાળકી સાથે ઊંઘી ગયો હતો.

બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ થલતેજ ગામમાં એક આધેડ તેના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ગુરુવારે તેઓ તેમના પરિવાર સાથે મજૂરી કામેથી આવીને સુતા

હતા. બાદમાં અચાનક તેમની સાત વર્ષની બાળકીએ બૂમાબૂમ કરતા તેઓ અને આસપાસના લોકો સફાળા જાગી ગયા હતાં.

બાળકીને પૂછતા તેણે કહ્યું કે કોઈ છોકરો તેની પાસે આવીને સુઈ ગયો હતો. બાળકીના પિતાએ તપાસ કરતા આ શખસ અન્ય કોઈ નહીં પણ ત્યાં નજીકમાં રહેતો 19 વર્ષીય જ્ઞાનચંદ રાણા હોવાનું માલુમ પડ્યું હતું. રાણા જે મકાનમાં ભાડે રહેતો હતો ત્યાં જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે છેડતી બાદ તે ઘરે આવીને મિત્રો સાથે ઊંઘી ગયો હતો.

આ પણ વાંચો : 'વંદાકાંડ' બાદ AMC તંત્ર સફાળું જાગ્યું, રેસ્ટોરન્ટ અને હોટલોમાં દરોડાં
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर