રાજ્યમાં Coronaના આજે 996 નવા કેસ, 1147 દર્દી સાજા થયા, રિકવરી રેટ 88.85% થયો

News18 Gujarati
Updated: October 19, 2020, 7:52 PM IST
રાજ્યમાં Coronaના આજે 996 નવા કેસ, 1147 દર્દી સાજા થયા, રિકવરી રેટ 88.85% થયો
રાજ્યમાં કોરોનાના વળતા પાણી

રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,60,722 પર પહોંચ્યો, રિકવરી રેટ વધ્યો, જાણો ક્યા જિલ્લામાં નોંધાયા કેટલા કેસ

  • Share this:
રાજ્યમાં 19મી ઑક્ટોબરે કોરોના વાયરસના 996 નવા કેસ પોઝિટિવ (19 October Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1147 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 8 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,60,722 એ પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 227, અમદાવાદમાં 178, વડોદરામાં 112, રાજકોટમાં 83, જામનગરમાં 66, મહેસાણામાં 32, કચ્છમાં 21, પંચમહાલમાં 10, અમરેલીમાં 18, બનાસકાંઠા 16, સાબરકાંઠામાં 14 , મોરબીમાં 13, સુરેન્દ્રનગરમાં 15 કેસ નોંધાયા છે.

ગાંધીનગરમાં 40, જૂનાગઢમાં 23, પાટણમાં 26, ગીરસોમનાથમાં 12, નર્મદામાં 9, ભાવનગરમાં 6, દાહોદમાં 6, આણંદ 7 16, બોટાદ 4, ખેડામાં 8, દેવભૂમિ દ્વારકામાં 5, છોટાઉદેપુર 4, મહીસાગરમાં 8, નવસારીમાં 8, અરવલ્લી 3, તાપીમાં 5, વલસાડમાં 6 મળીને કુલ 996 કેસ નોંધાયા છે.

રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 14277 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14206 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,42,799 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3646 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દરમિયાન રાજ્યમાં આજે 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર 87.79 ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 3 અને વડોદરામાં 2 મળીને કુલ 8 દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 169 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.વેક્સિન અંગે મોટા સમાચાર

દરમિયાન કોરોના વાયરસ (Coronavirus Vaccine)ની પ્રભાવી વેક્સીન વિકસિત કરવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા પ્રયાસોની વચ્ચે ભારત સરકારે શનિવારે કહ્યું કે દેશમાં વાયરસ (COVID-19)ના જીનોમને લઈને કરવામાં આવેલા બે અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે તે આનુવંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટા ફેરફાર (મ્યૂટેશન) નથી જોવા મળ્યા

કેટલાક એક્સપર્સે્વ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરલ (Coronavirus)ના સ્વરૂપમાં મોટા ફેરફાર થવાથી તેની પ્રભાવી વેક્સીન બનાવવામાં અડચણ ઊભી થઈ શકે છે. જોકે હાલના કેટલાક વૈશ્વિક અધ્યયનોમાં સામે આવ્યું છે કે વાયરસના સ્વરૂપમાં આવનારા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે હાલમાં વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીન પર કોઈ અસર નહીં પડવી જોઈએ.
Published by: Jay Mishra
First published: October 19, 2020, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading