Vibrant Global Summit 2019: પહેલા દિવસે દેશનાં 19 અગ્રણીઓ રહેશે હાજર

News18 Gujarati
Updated: January 16, 2019, 8:44 AM IST
Vibrant Global Summit 2019: પહેલા દિવસે દેશનાં 19 અગ્રણીઓ રહેશે હાજર
વડા પ્રધાન મોદીની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ દિવસીય સમારંભના પહેલા દિવસે દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે. (વિભુ પટેલ, અમદાવાદ)

  • Share this:
નવમું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019, જાન્યુઆરી 18થી 20 દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાવવાનું છે. જેમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ દિવસીય સમારંભના પહેલા દિવસે દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: વાયબ્રન્ટ સમિટ 2019ઃ રૂપાણીએ ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે કરી બેઠક

આ સમિટમાં નીચે પ્રમાણેનાં મહાનુભાવો સમાવિષ્ટ હશે.

1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી- મુકેશ અંબાણી
2. તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન
3. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા4. ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ
5. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
6. સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતી
7. કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
8. ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
9. ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
10. કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન- સીઇઓ- ઉદય કોટક
11. કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી
12. આઈટીસીના ચેરમેન સંજીવ પુરી
13. ભારતી એન્ટરપ્રાઇસીસના વાઇસ ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
14. હિન્દુસ્તાન સેનિટરીવેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી તથા ફિક્કીના પ્રેસિડેન્ટ સંદિપ સોમાણી
15. વેલસ્પનના ચેરમેન બી.કે. ગોયેન્કા
16. એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
17. એસબીઆઇના ચેરમેન રજનીશકુમાર
18. ઓએનજીસીના ચેરમેન શશી શંકર
19. આઇઓસીના ચેરમેન સંજીવ સિંહ.

મહત્વનું છે કે આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર, 100 થી વધારે દેશોના 2700 થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. 260 થી વધુ બી ટુ જી અને 355 થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે.
First published: January 16, 2019
વધુ વાંચો
अगली ख़बर