વાયબ્રન્ટ 'મય' ગુજરાત: 19 હોટલોએ માંગી દારૂ પીરસવાની પરવાનગી

News18 Gujarati
Updated: November 24, 2018, 9:35 AM IST
વાયબ્રન્ટ 'મય' ગુજરાત: 19 હોટલોએ માંગી દારૂ પીરસવાની પરવાનગી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરની મોટી મોટી 19 હોટલ અને રિસોર્ટે પણ વિદેશી મહેમાનોની આગતાસ્વાગતા માટે વિદેશી દારૂ માટે લાયસન્સની મેળવવા અરજી કરી છે.

  • Share this:
રાજ્યમાં વાયબ્રન્ટ સમિટને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો છે. સીએમ વિજય રૂપાણીએ પણ દિલ્હીમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી દીધી છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી મોટી 19 હોટલ અને રિસોર્ટે પણ વિદેશી મહેમાનોની આગતાસ્વાગતા માટે વિદેશી દારૂ માટે લાયસન્સ મેળવવા અરજી કરી છે.

આ અરજીઓને ટુરિઝમ વિભાગની હાઇપાવર કમિટીએ લીલીઝંડી આપી દીધી છે, હવે આ આ અરજીઓ ગૃહ મંત્રાલયમાં મંજૂરી મેળવવાની રહેશે. ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં આવતા વિદેશી પ્રવાસીઓને મોટી મોટી હોટલોમાં ઉતારવામાં આવે છે. પ્રવાસનના નામે દારૂના પરવાના મળવા કેટલા યોગ્ય છે તે તો હવે સરકાર જ નક્કી કરશે.

આ પણ વાંચો: વેપારીઓ આનંદો: અમદાવાદમાં 'શોપિંગ ફેસ્ટિવલ' યોજાશે

નોંધનીય છે કે 2014માં અમદાવાદમાં માત્ર 5 હોટલો દારૂના પરવાના ધરાવતી હતી. હાલમાં 12થી વધારે હોટલો દારૂની પરવાનગી ધરાવે છે. જે આગામી ભવિષ્યમાં હોટલોની સંખ્યા વધી શકે છે.

આ પણ વાંચો: ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ

આ હોટલોએ દારૂની પરવાનગી માંગી1. પ્રાઇડ હોટલ, અમદાવાદ
2. એવલોન હોટલ, અમદાવાદ
3. કમ્ફર્ટ હોસ્પિટાલિટી પ્રા. લિ., અમદાવાદ
4. રેડિસન હોટલ, અમદાવાદ
5. ક્લાઉડ હોટલ, અમદાવાદ
6. ગ્રાન્ડ સેવન ક્લબ, અમદાવાદ
7. ક્રાઉન પ્લાઝા, અમદાવાદ
8. હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક
9. સ્ટોકહેમ, સાણંદ, અમદાવાદ
10. ધ ફર્ન, અમદાવાદ
11. હયાત રેજન્સી, અમદાવાદ
12. હોટલ સિલ્વર ક્લાઉડ, અમદાવાદ
13. અખિલ પેલેસ હોટલ, ગાંધીધામ
14. હોટલ શિલ્પી હિલ રિસોર્ટ, સાપુતારા
15. આકાર હોટલ, સાપુતારા
16. શિવનોટિકા, મુંદ્રા, કચ્છ
17. અમિધારા રિસોર્ટ, જૂનાગઢ
18. સરોવર પોર્ટિકા, ભાવનગર
First published: November 24, 2018, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading