રાષ્ટ્રપતિ ચંદ્રક : ADGP શમશેરસિંઘ, Dysp કામરિયા સહિત રાજ્યનાં 19 પોલીસકર્મીઓનું સન્માન થશે

News18 Gujarati
Updated: January 26, 2020, 10:17 AM IST
રાષ્ટ્રપતિ ચંદ્રક :  ADGP શમશેરસિંઘ, Dysp કામરિયા સહિત રાજ્યનાં 19 પોલીસકર્મીઓનું સન્માન થશે
ADGP શમશેરસિંઘ તેમજ Dysp કામરિયાની ફાઇલ તસવીર

આ સન્માનનારા પોલીસકર્મીમાં રાજ્યના કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ અધિકારીઓ સુધીનો સમાવેશ. ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો

  • Share this:
અમદાવાદ : પ્રજાસત્તાક દિને રાજ્યના 19 પોલીસ કર્મચારીઓની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન મળશે. પોલીસ અધિકારી અને કર્મચારીને વિશિષ્ટ સેવાઓ આપવા બદલ દર વર્ષે મહામહિમના હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે વિશિષ્ટ સેવાઓ આપનારા રાજ્યનાં પોલીસ બેડાનાં 19 કર્મચારીઓની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ખૂબ જ જાણીતા ADGP શમશેરસિંઘ, અમદાવાદના ડીવાયએસપી કે.ટી. કામરીયા, નવસારીના પોલીસ ડીએસપી રાણા, સુરતના એસીપી જય પંડ્યા, ગાંધીનાગરના ડીવાયએસપી ચુડાસમા વગેરેનો સમાવેશ થાય છે.

કયા કયા પોલીસ જવાનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન?


પ્રશંસનીય કામગીરી કરવા બદલ અજય પ્રવીણસિંહ જાડેજા(DYSP, જામનગર શહેર), જય કુમાર કાંતિલાલ પંડ્યા(ACP, પોલીસ કન્ટ્રોલરૂમ, સુરત કમિશનર ઓફિસ), શિવભદ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા(DSP, નવસારી), અયુબખાન ઘાસુરા( DY.S.P., S.R.P.F), ચંદ્રકાંત પટેલ (DY.S.P., S.R.P.F, ગોધરા) બહાદુરસિંહ ચુડાસમા( DY.S.P., SP, ગાંધીનગર), અજય તળાજીયા( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ) અને રિતેશ હસમુખભાઈ પટેલ ( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ), રાકેશ કુમાર રામ શંકર તિવારી(હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ) સહિત 19 પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચો :  દિવ્યાંગ કપલની Love Story : 2001ના ભૂકંપમાં દિવાલ નીચે દટાઈ ગયેલી નીતાને મળ્યો અમદાવાદનો પરાગ

પહ્મ એવોર્ડ પણ જાહેર થયાઆ વર્ષે જાહેર થયેયલા પહ્મ સન્માનમાં જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોષીને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે. જ્યારે સુધીર જૈન (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ), યાશ્ઝદી કરંજીયા (કલા), નારાયણ જોષી કરીયાલ (સાહિત્ય), ગફુર ભાઇ બિલાખીયા (વેપાર અને ઉદ્યોગ), શાહબુદ્દીન રાઠોડ (સાહિત્ય અને કલા), એચ એમ દેસાઇ ( સાહિત્ય અને શિક્ષણ) અને ડો.ગુરદીપ સિંઘ (મેડિસિન)ને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर