અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત થઈ શકતી નહોતી. આખરે ભાઈ એ રાજ્ય સરકાર દ્વારા શુરૂ કરવામાં આવેલો હેલ્પલાઇન 181 પર કોલ કરતા જણાવ્યું કે 'હું રાજકોટ છું અને જલ્દી અમદાવાદ નહિ આવી શકું તમારી ટીમ મારી બહેન ના ઘરે જઈને તપાસ કરો.મારી બહેનને મારી નાખશે એવો ડર છે'
આ સાંભળીને 181 ની ટીમ તરત જ ગીતા મંદિર વિસ્તારમાં પહોચી અને મહિલાનું ઘર ખખડાવતા સસરા બહાર આવ્યા અને કહ્યું કે ઘરમાં કોઈ નથી બધા દવાખાને ગયા છે.181ની ટીમે ભાઈને આ વિશે જાણ કરી અને ભાઈ એ પુરા આત્મવિશ્વાસ થી કહ્યું કે મારી બહેન ઘરમાં જ હશે ઘરની તપાસ કરો.જે બાદ 181 ની ટીમે ઘરની તપાસ કરતા બહેન ઘરના રૂમમાંથી મળી આવી હતી.
આ પણ વાંચો : હાર્દિકની કૉંગ્રેસીઓને ચેતવણી, 'અમે યુવાનો ભગતસિંહની વિચારધારા વાળા, ગદ્દારી કરી તો..'
તેને. સાસરિયા દ્વારા પૂરી દેવામાં આવી હતી મહિલા ને હાથમાં પણ કાચ વાગ્યો હતો અને લોહી વહી રહ્યું હતું. મહિલાને ચક્કર પણ આવતા હતા આ સિવાય માર પણ મારેલો હોવાનું તેણે જણાવ્યું. જેથી ટીમ આ મહિલા ને સ્થળ પર જ સારવાર આપીને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં પોલીસ દ્વારા સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ પણ લેવામાં આવી છે. રક્ષા બંધન પહેલા ભાઈએ બહેન ની રક્ષાનું વચન 181 હેલ્પ લાઇન મારફતે નિભાવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ : 'સાહેબ મને ન્યાય આપો, મારા સસરા જમવા નથી દેતા, થાળીમાં પાણી નાખી હેરાન કરે છે'
શું થયું હતું એ રાતે ?
181 હેલ્પ લાઇન ના કહેવા પ્રમાણે મહિલા ના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે અને મહિલા પર શંકા રાખતા હતા. લગ્ન ને લાંબો સમય હોવા છતાં મહિલા ને કોઈ બાળક નહોતું. જેથી પરિવાર સતત પ્રેશર પર કરતું હતું. જે દિવસે ઘટના બની એ દિવસે રાતે પતિએ ઘરનો મોટો કાચ તોડી ધમાલ મચાવી હતી