વિનાશક ભૂંકપને 18 વર્ષ: અમદાવાદની 61 બિલ્ડિંગો તાસના પત્તાની જેમ ખરી પડી હતી

News18 Gujarati
Updated: January 26, 2019, 2:20 PM IST
વિનાશક ભૂંકપને 18 વર્ષ: અમદાવાદની 61 બિલ્ડિંગો તાસના પત્તાની જેમ ખરી પડી હતી
ભૂકંપે સર્જેલી તારાજીમાં 752 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી હતી

ભૂકંપે સર્જેલી તારાજીમાં 752 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ૨૬મી જાન્યુઆરી, 2001ના રોજ સવારે 8:05 વાગ્યે આવેલા ભૂંકપમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ભૂકંપમાં અમદાવાદની 61 બિલ્ડિંગો ધરાશાયી થઇ હતી. આ ભૂંકપની વાત કરતાં જ કંપારી છૂટી જેવા દ્રશ્યો સામે આવે છે. ભૂકંપે સર્જેલી તારાજીમાં 752 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી હતી.

ખાસ વાત તો એ છે કે, આ ઘટનાને 18 વર્ષ થઇ ગયા છે પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂરી થઇ નથી. ઉપરાંત એક કેસમાં તો આટલા વર્ષો પછી ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. ભૂકંપના આ કેસોમાંથી કેટલાકમાં મુદ્દામાલની ફાઇલો પણ ખોવાઇ ગઇ છે. જ્યારે કેટલાક કેસોમાં હજુ સુધી મુદ્દામાલ મળતો નહીં હોવાથી કેસો શરૂ થયા નથી.

આ વિનાશક ઘટનામાં જવાબદાર બિલ્ડર, ઈજનેર, આર્કિટેકચર, સુપરવાઈઝર, એન્જિનિયર સહિત અન્યો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જે ફરિયાદો બાદ કોર્ટમાં ચાર્જશીટ થતાં 30 કેસો મેટ્રોપોલિટન કોર્ટેમાં અને 15 કેસો ગ્રામ્ય કોર્ટમાં પડતર છે.

મેટ્રોપોલિટન કોર્ટથી સેશન્સમાં ભૂકંપના કેસો સતત ફરતા રહ્યા છે, આવામાં મુદ્દામાલની એએમસીની કેટલીક ફાઈલો ગુમ થઈ ગઈ છે. એટલુ જ નહીં પોલીસ મથકોમાં પડેલો કેટલોક મુદ્દામાલ હજુ સુધી પોલીસને મળી આવતો નથી. આમ આરોપીઓ સામે મહત્ત્વના પુરાવા સમાન ગણાય તેવી ફાઈલો ગાયબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: 10 ખાસ વાતો: ભયંકર ભૂકંપને પણ સહની કરી શકે છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી

ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ ડો.એ.સી.જોષીએ ભૂકંપના કેસોમાં એક કોર્ટની રચના કરીને તે કોર્ટમાં ભૂકંપના કેસો ટ્રાન્સફર કરવા નિર્દેશો આપ્યા છે. ગ્રામ્ય કોર્ટમાં ભૂકંપના 15 જેટલા કેસો પડતર છે.ભૂંકપમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાં એફએસએલના, પીડબ્લ્યુડી અને પોલીસ અધિકારીઓ સ્થળ ઉપરથી કાટમાળ લઈને તપાસ માટે એફએસએલમાં મોકલીને રિપોર્ટ આપ્યો હતો.જ્યારે ભૂંકપના કેસ ચાલવા પર આવ્યા ત્યારે એફએસએલના અધિકારીને લાયકાત પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, બીએસસી પાસ છું પરંતુ કન્ટ્રકશનનો કોઈ અનુભવ નથી. જેનો સીધો લાભ આરોપીઓને મળ્યો હતો. આ બાબતે ઘણી ચર્ચા જગાડી હતી.

જ્યારે સેટેલાઈટમાં આવેલા શિખર ટાવરમાં બે પુત્રો ગુમાવનાર નીતીનભાઈ સોમનાથભાઈ રાવલ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપતા પોલીસ કમિશનરે વર્ષ 2018માં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીએ સંજય શાહ અને યજ્ઞેશ વ્યાસની ધરપકડ કરી હતી. જયારે રોનક શાહ અને ડાના અધિકારી મધુલીકર અને રાજેન્દ્ર જોષી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
First published: January 26, 2019, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading