Home /News /madhya-gujarat /

ઉરી આતંકી હુમલામાં વધુ એક જવાન શહીદ, દેશભરમાં શોકની લાલીમા

ઉરી આતંકી હુમલામાં વધુ એક જવાન શહીદ, દેશભરમાં શોકની લાલીમા

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગઇ કાલે થયેલા હિચકારા આતંકી હુમલામાં શહીદ થનાર જવાનોની સંખ્યા 18 પહોંચી છે. સેના સુત્રોના આધારે જાણવા મળેલી વિગતો મુજબ હુમલામાં ઘાયલ થયેલ વધુ એક જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગઇ કાલે થયેલા હિચકારા આતંકી હુમલામાં શહીદ થનાર જવાનોની સંખ્યા 18 પહોંચી છે. સેના સુત્રોના આધારે જાણવા મળેલી વિગતો મુજબ હુમલામાં ઘાયલ થયેલ વધુ એક જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

અહીં નોંધનિય છે કે, જમ્મુ કાશ્મીરના ઉરીમાં રવિવારે સવારે આર્મી કેમ્પમાં આતંકવાદીએ હુમલો કરતાં 17 જવાનો શહીદ થયા છે. સુરક્ષા બળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ હુમલાને લઇને દેશભરમાં પાકિસ્તાન વિરોધ ભારોભાર આક્રોશ પ્રસરી રહ્યો છે.

સેના સુત્રોના જણાવ્યા અનુસારા આ હુમલામાં 16થી વધુ જવાનો ઘાયલ થયા હતા. હુમલો સવારે 5-30 વાગે થયો હતો. ગ્રેનેડ ફેંક્યા બાદ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી કરતાં સેનાએ પણ વળતો જવાબ આપતાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સામસામે ગોળીબારી અંદાજે અઢી કલાક ચાલી હતી.

શહીદ થનાર જવાનોમાં મોટા ભાગના જવાનો બિહાર રેજિમેન્ટના હતા. શહીદ 17 જવાનોમાં 2 જમ્મુ કાશ્મીરના છે. જ્યારે ઉત્તરપ્રદેશના ચાર, બિહારના ત્રણ અને મહારાષ્ટ્રના ત્રણ, પશ્વિમ બંગાળના બે, ઝારખંડના બે અને રાજસ્થાનના એક છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन