અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોત , આ મુદ્દે પણ રાજનિતી

Margi | News18 Gujarati
Updated: October 29, 2017, 3:21 PM IST
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોત , આ મુદ્દે પણ રાજનિતી

  • Share this:
મહત્વનાં મુદ્દા
-અમદાવાદ સિવિલમાં 9 બાળકોના મોતનો મામલો
-ત્રણ દિવસમાં સિવિલમાં 18 બાળકોનાં મોત

-કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ
-યોગ્ય તપાસ થાય તે માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ડને કરશે રજૂઆત
-અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 9 બાળકોના મોત-એક તરફ આરોગ્ય ખાતું બચાવની મુદ્રામાં
-બીજી તરફ વિપક્ષને રાજ્ય સરકારને ઘેરવાનો વધુ એક મુદ્દો મળ્યો
-વિપક્ષ દ્વારા આરોગ્ય વિભાગની બેદરકારીનો આક્ષેપ
-આરોગ્ય વિભાગ થયું દોડતું
-સમગ્ર મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ
-રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે તપાસ કમિટી બનાવાઈ
-સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકારને સોંપાશે રિપોર્ટ
-જવાબદાર તબીબો સામે લેવાશે પગલાં
-ડૉ. દિક્ષીતના અધ્યક્ષ પદે કમિટી તપાસ કરશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં નવ બાળકો અને છેલ્લા ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોત બાદ કોંગ્રેસ નેતાઓ હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. યોગ્ય તપાસ થાય  તે માટે સિવિલ સુપ્રિટેન્ડન્ટને પણ તેઓ રજૂઆત કરશે. આ ઉપરાંત એક તરફ આરોગ્ય ખાતુ સીવિલ હોસ્પિટલનો બચાવ કરી રહ્યું છે ત્યાં વિપક્ષને રાજ્ય સરકારને ઘેરવાનો મુદ્દો મળી
ગયો છે. વિપક્ષ દ્વારા આરોગ્ય વિભાગની બેદરકારીનાં આક્ષેપ બાદ આરોગ્ય વિભાગ સજ્જ થયુ છે.

સીવિલ હોસ્પિટલની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તપાસનાં આદેશ આપ્યા છે રાજ્ય સરકાર દ્વારા સમર્ગર મામલાની તપાસ માટે કમિટી બનાવાઇ ગઇ છે. જે તપાસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સોપશે. અને જવાબદાર તબીબો સામે પગલાં લેવામાં આવશે. આ તપાસ સમિતીનાં અધ્યક્ષ પદ પર ડો. દિક્ષીત હશે.


સુરત સીવિલમાં રિયાલિટી ચેક
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોતની ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલનું રિઆલિટી ચેક કરવામાં આવ્યું. અહીંનાં ડોક્ટર્સ કોઇપણ પ્રકારની પરિસ્થિતિ  માટે સજ્જ છે. દિવસમાં ઓછામાં ઓછા 35 બાળકો અહીં સારવાર લે છે.

ઘટનાની CMએ લીધી ગંભીર નોંધ
તત્કાલિન સુપ્રીટેન્ડંટ M M પ્રભાકર અને ડેપ્યુટી સુપ્રીટેન્ડેટને મુખ્યમંત્રીનાં બંગ્લે બોલાવવાિમાં આવ્યા છે અને તેમની આ મામલે ચર્ચાઓ ચાલી. સિવીલ હોસ્પિટલનાં ડોક્ટર્સ પાસે સીએમએ ખુલાસો માંગ્યો છે. આપને જણાવી દઇએ કે સિવીલ હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોત થઇ ગયા છે. જેનો જવાબ ડોક્ટર આર કે દિક્ષીત અને આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર ગાંધી પાઠકનું નિવેદન

એક જ દિવસમાં 9 બાળકોનાં સીવીલમાં મોત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 9 બાળકોનાં મોતનાં મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક કરી છે. ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી છે. આ ઘટના કેવી રીતે બની, કયા સંજોગોમાં બની અને તે માટે કોણ જવાબદાર છે તે તમામ બાબતોનાં ખાલાસાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે.

ડો. આર કે દિક્ષીતનું નિવેદન
અદમાવાદમાં સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત પર તપાસ કમિટીનાં સભ્ય ડો. આર.કે દિભીતે નિવેદન આપ્યુ છે કે આ મામલાનાં જડ સુધી પહોચવા ત્રણ સભ્યોની કમિટી નિમાઇ છે જે મૃત્યુનું કારણ અને પૃથક્કરણ કરશે. અને 24 કલાકમાં રિપોર્ટ જમા કરાવશે.

AAP કાર્યકર્તાઓ પહોચ્યા સિવિલ
છેલ્લા ત્રણ દિવસમાં 18 બાળકોનાં મોતનાં મુદ્દે આપે વિરોધ નોંધાવ્યો છે. આપનાં કાર્યકર્તાઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા છે. સિવિલમાં બાળકોનાં મોતને લઇને વિરોધ પ્રદર્શન પણ તેમણે કર્યુ. આપનાં કાર્યકરો સીવીલનાં ICU વોર્ડમાં ધસી આવ્યા હતા.
First published: October 29, 2017, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading