વડોદરામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

News18 Gujarati
Updated: July 31, 2019, 10:13 PM IST
વડોદરામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
વડોદરામાં 18 ઇંચ વરસાદ, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

બે આઇ એ એસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી

  • Share this:
વડોદરામાં સવારે 6થી રાતના 8 વાગ્યામાં સુધીમાં પડેલા 18 ઇંચ વરસાદના કારણે શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરીછે. બે આઇ એ એસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વયં વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારના લોકો ના સલામત સ્થળે ખસી જવા અને સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકો ને અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો - વડોદરામાં સાંબેલાધાર વરસાદ, અનેક ટ્રેન કરાઈ રદ્દ, શાળા-કોલેજમાં અપાઈ રજા

ભારે વરસાદના કારણે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published: July 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading