અમદાવાદ : યુવતીના 18 ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ લખાણ લખ્યું, ફરિયાદ દાખલ


Updated: January 28, 2020, 11:32 AM IST
અમદાવાદ : યુવતીના 18 ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ લખાણ લખ્યું, ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદીની એક બહેનપણીએ તેણીને જાણ કરી હતી કે તેના નામે એક નહીં પરંતુ અલગ અલગ 18 ફૅક ઇન્સ્ટાગ્રામ આઈડી બનેલા છે.

  • Share this:
અમદાવાદ : સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે, ત્યારે હવે લોકો અંગત બાબતોની દાઝ સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે. ક્યારેક કોઇ બીભત્સ કોમેન્ટ કરીને અથવા તો કોઇ નકલી આઇડી બનાવી બીભત્સ મેસેજો કરી બદલો લેતા હોય છે. સરખેજમાં રહેતી અને સેટેલાઇટમાં એક બ્યૂટીપાર્લરમાં ત્રણ માસ પહેલા નોકરી કરતી યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

આઠેક માસ પહેલા તેણે પોતાના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી દીધા હતા.

બે માસ પહેલા જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરતી હતી તેની માલિકે તેના પાર્લરના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફરિયાદીના મેકઓવર વાળી તસવીરો અપલોડ કરી હતી. જેમાં 10મી ઓગસ્ટ 2019ના રોજ એક આઈડી પરથી કોઈએ ગંદી કૉમેન્ટ કરી હતી. જે બાદમાં બ્યૂટી પાર્લરની માલિકે ફરિયાદીના ફોટોગ્રાફ્સ ડિલિટ કરી નાખ્યા હતા.

જે બાદમાં બ્યૂટીપાર્લરની માલિકે ફરિયાદીના જાણ કરી હતી કે તેના નામનું કોઈએ ફૅક આઈડી બનાવ્યું છે અને તેના પર તેનો મોબાઇલ નંબર પણ મૂક્યો છે. જે બાદમાં એક મહિના પછી ફરિયાદીની એક બહેનપણીએ તેણીને જાણ કરી હતી કે તેના નામે એક નહીં પરંતુ અલગ અલગ 18 ફૅક ઇન્સ્ટાગ્રામ આઈડી બનેલા છે. જેમાંથી એક આઈડીમાં ફરિયાદના બંને મોબાઇલ નંબર અને તેની બહેનપણીનો મોબાઇલ નંબર પણ મૂકેલા છે.

તસવીરો સાથે બનાવવામાં આવેલા ફૅક આઈડીમાં બીભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. એટલું જ નહીં જેમાંથી એક આઈડી પરથી ફરિયાદીની બહેનપણીને સતત મેસેજ આવી રહ્યા હતા અને કોઈ યુવક તેને મળવા માટે બોલાવી રહ્યો હતો. આ મામલે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर