Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 17 વર્ષની પુત્રીને હેરાન કરતા સમજાવવા ગયેલા પિતાને પડ્યો માર

અમદાવાદઃ 17 વર્ષની પુત્રીને હેરાન કરતા સમજાવવા ગયેલા પિતાને પડ્યો માર

વિરમગામ પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: એક 17 વર્ષની કિશોરીને (minor girl) યુવક હેરાન કરી રહ્યો હતો અને જે વાત કિશોરી દ્વારા તેમના પિતાને (father) કરતા પિતા પરિવારને સમજાવવા ગયેલ અને જે વાતનો ગુસ્સો રાખી યુવકના પિતરાઈ ભાઈઓએ કિશોરીના પિતાને માર (beaten) માર્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ સુરતમાં (surat) બનેલ ઘટના બાદ પણ કેટલાક લોકોને કોઈ ફર્ક પડતો નથી એવું લાગી રહ્યું છે કારણ કે યુવતીઓ સાથે છેડતી (Girl molestation) અને અન્ય રીતે હેરાન કરવાનો બનાવ હજી પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં (viramgam rural police station) એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં એક 17 વર્ષની કિશોરીને (minor girl) યુવક હેરાન કરી રહ્યો હતો અને જે વાત કિશોરી દ્વારા તેમના પિતાને (father) કરતા પિતા પરિવારને સમજાવવા ગયેલ અને જે વાતનો ગુસ્સો રાખી યુવકના પિતરાઈ ભાઈઓએ કિશોરીના પિતાને માર (beaten) માર્યો હતો.

વિગતવાર વાત કરીએ તો વિરમગામમાં રહેતા ફરિયાદીના 3 પુત્રીઓ છે અને જેમાં બીજા નંબરની પુત્રીને ગામનો એક યુવક રોકી અને કહેવા લાગેલ કે તને મારી સાથે સંબંધ રાખવો અને તું મારી સાથે કેમ બોલતી નથી જેથી કિશોરીએ આ વાતની જાણ પોતાના પિતાને કરતા પિતા પેહલા યુવકના ઘરે જઈને તેના માતા પિતાને કહેવા લાગેલ કે તમારો દીકરાને સમજાવી લો મારી પુત્રીને હેરાનના કરે એ વાતનો ઠપકો આપેલ.

ગત 1 માર્ચના રોજ ફરિયાદીને એ યુવક જે હેરાન કરી રહ્યો હતો તે મળી ગયેલ જેથી તેમને એને કહેલ કે કેમ તું મારી દીકરીને હેરાન કરે છે અને શુ બોલતો હતો ત્યાર બાદ યુવક ત્યાંથી ભાગીને ઘર ગયેલ અને જ્યાં વાત કરતા યુવકના 3 પિતરાઈ ભાઈઓ ભેગા મળીને ફરિયાદીને માર મારવા લાગેલ જેથી તેમને હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો.હાલ આ મામલે પોલીસે ipc 323,324,504 અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

MCR તથા HS તર્કસ એપ્લિકેશનમાં (Application)એ ચેક કરવા માટે રાખેલ ડ્રાઇવના અનુસંધાનમાં પોલીસ કોન્સ્ટેબલ (Police constable) દેવેન્દ્ર દાન અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ બાઇક લઇને ચાણક્યપુરી વિસ્તારમાં એમ સી આર કાર્ડ વાળા એક ઈસમની તપાસ કરવા માટે ગયા હતા. જો કે તેનું સરનામું ના મળતા તેઓ બાઈક લઈને ત્યાંથી નીકળતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! 10 ટકે 10 લાખની સામે 60 લાખ ચુકવ્યા, વધુ 40 લાખ માંગી અપહરણ કર્યું, દિનેશ દેસાઈ સહિત પાંચ સામે ફરિયાદ

તે દરમિયાન એક્ટીવા ચાલકે (Activa rider) તેઓની બાઈક સાથે એકટીવા અથડાવી હતી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપવા છતાં પોલીસવાળા છો તો શું થઈ ગયું આ મારો વિસ્તાર છે તેમ કહીને જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.

આમ બાજુના ઘરમાંથી બીજા બે વ્યક્તિઓને બોલાવી પોલીસ સાથે ઝપા ઝપી કરવા લાગ્યા હતા. જોકે કરી ફરી પોતે પોલીસ તરીકેની ઓળખ આપતાં આરોપીઓએ કહ્યું હતું કે પોલીસ છો તો શું થઈ ગયું અમારી સોસાયટીમાં અમારું જ ચાલશે અહી ઉભા, અને તમને જોઈ લઈ એ છીએ. તેમ કહીને ઘરમાં ગયા હતા.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર