20માંથી 17 મંત્રી 'ફિફ્ટી' પ્લસઃ ભાજપ તને યુવાઓ પર ભરોસો નહીં કે?

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 27, 2017, 5:02 PM IST
20માંથી 17 મંત્રી 'ફિફ્ટી' પ્લસઃ ભાજપ તને યુવાઓ પર ભરોસો નહીં કે?
રૂપાણીના મંત્રીમંડળમાં 20માંથી 8 મંત્રીઓ 60 વર્ષથી ઉપરની વયના છે.

મોદી અવારનવાર એવું કહેતા હોય છે કે ભારત સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે, પરંતુ જ્યારે સરકારમાં યુવાઓની ભાગીદારીની વાત આવે તો ભાજપ પ્રૌઢ લોકો પર વધુ વિશ્વાસ મૂકે છે.

  • Share this:
ગાંધીનગરઃ પીએમ મોદી અવારનવાર એવું કહેતા હોય છે કે ભારત સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે, પરંતુ જ્યારે સરકારમાં યુવાઓની ભાગીદારીની વાત આવે તો ભાજપ પ્રૌઢ લોકો પર વધુ વિશ્વાસ મૂકે છે. ગુજરાતમાં રૂપાણીના નવા મંત્રીમડળમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. મંગળવારે સીએમ રૂપાણીની આગેવાનીમાં 20 લોકોએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાથી મોટાભાગના મંત્રીઓની ઉંમર 58 વર્ષથી ઉપરની છે.

રૂપાણીના મંત્રીમંડળમાં 20માંથી 8 મંત્રીઓ 60 વર્ષથી ઉપરની વયના છે. 9 મંત્રીઓ 50 વર્ષથી વધુ ઉંમરના છે. તો ખુદ મુખ્યમંત્રી રૂપાણી 61 વર્ષના છે. સતત બીજી વખતે ડેપ્યુટી સીએમ બનેલા નીતિન પટેલ 61 વર્ષના છે.

રૂપાણી મંત્રીમંડળમાં સૌથી વધુ યુવા મંત્રીની ઉંમર 36 વર્ષ. છે. જ્યારે સૌથી જયેષ્ઠ મંત્રીની ઉંમર 69 વર્ષ છે. મંત્રીમંડળમાં સામેલ 2 નેતાઓની ઉમર 46 વર્ષ છે, તો એક મંત્રીની ઉમર 39 વર્ષ છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સ
First published: December 27, 2017, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading