...તો ગુજરાતમાં 16 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

News18 Gujarati
Updated: September 8, 2019, 7:39 PM IST
...તો ગુજરાતમાં 16 લાખ રીક્ષાના પૈડા થંભી જશે
...તો ગુજરાતમાં 16 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

6 મોટા રીક્ષા યુનિયનના પ્રતિનિધિઓની બેઠકમાં લેવાયો નિર્ણય

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ 2019ના દંડનો અમલ હજુ ગુજરાતમાં થયો નથી. આ અમલ થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ 6 મોટા રીક્ષા યુનિયનની એક બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં આ દંડનો જો અમલ કરવામાં આવશે તો 16 લાખ રીક્ષાના પૈડા થભાવી દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રીક્ષા ચાલકોએ પણ સરકારના નવા નિયમનો વિરોધ કર્યો છે.

રાજ્યના વિવિધ ઓટો રિક્ષા ચાલકોના સંગઠનના મહાસંઘ ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ આ કાયદાને રાક્ષસી જોગવાઇ ગણાવી હતી. અશોક પંજાબીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરીને નવા દંડની રકમની જાહેરાત કરવામાં આવે. સરકાર કરોડો વાહન ચાલકોમાં અનુશાસનના નામે ભયનું વાતાવરણ ફેલાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સામાંથી કરોડો રૂપિયા સરકાવીને પોતાની તિજોરી ભરવા માંગે છે. આ સમગ્ર દંડની જોગવાઈ પાછી ખેંચવા આવે તેવી માગણી કરીએ છીએ.

પૂર્વ આઇપીએસ અધિકારી રાજન પ્રિયદર્શનીએ વ્હીકલ એક્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું,, કે આ કાયદાથી પોલીસ અને વાહનચાલકોમાં ઘર્ષણના બનાવ વધશે. તેમજ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે. આ કાયદો લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને લૂંટવાનો લાગી રહ્યો છે ટ્રાફિક સમસ્યા સરળ કરવાનો નહીં.

આ પણ વાંચો - રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો, હવે વજુભાઈ શું કરશે?

રીક્ષા ચાલકો પણ નવા નિયમ અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. રીક્ષા ચાલક રાજવી ઉપાધ્યાય માની રહ્યા છે કે 500 રૂપિયા રોજની કમાણી હોય છે. જો નિયમ તુટશે તો સીધો દંડ 1500 રૂપિયા આવશે. સરકાર માત્ર કાયદાને એક વ્યવસાય તરીકે જુવે છે. છેલ્લા 30 વર્ષથી રીક્ષા ચલાવતા જયેશભાઇ તો રોષ ઠાલવતા ત્યા સુધી કહ્યું હતું કે શહેરમાંથી રીક્ષાઓ જ બંધ કરી દેવી જોઇએ.

ગુજરાત રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈઓનુ અમલીકરણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સા રાજ્યની જેમ ગુજરાત રાજ્યમાં અમલીકરણ ન કરવા વિનંતી કરેલ છે. જે બાબતે રીક્ષા યુનિયનનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર જશે.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading