ગુજરાતમાં coronaના વધુ 1564 કેસ, કુલ 16 લોકોના મોત, સૌથી વધારે અમદાવાદમાં કેસ અને મોત નોંધાયા

ગુજરાતમાં coronaના વધુ 1564 કેસ, કુલ 16 લોકોના મોત, સૌથી વધારે અમદાવાદમાં કેસ અને મોત નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં 1451 લોકોએ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે ત્યારે રાજ્યના કુલ 1,89,420 દર્દીઓ સાજા થયા છે. આમ રિકવરી રેટ 90.95 થયો છે.

  • Share this:
    અમદાવાદઃ દિવાળી (Diwali festival) બાદ ગુજરાતમાં કોરોના વાયરસને (coronavirus) માજા મૂકી છે. ગુજરાતમાં (Gujarat) કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1564 કોરોના પોઝિટિવ કેસ (Gujarat corona update) નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સૌથી વધારે અમદાવાદમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 1451 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

    આરોગ્ય વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં આજે રવિવારે વધુ 1564 કોરોના દર્દીઓ નોંધાતા કુલ 208278 દર્દીઓ નોંધાયા છે. સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 319 કેસ નોંધાયા હતા ત્યાર બાદ સુરતમાં 223 કેસ, વડોદરામાં 130 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1451 લોકોએ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે ત્યારે રાજ્યના કુલ 1,89,420 દર્દીઓ સાજા થયા છે. આમ રિકવરી રેટ 90.95 થયો છે.



    રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 96 કેસ, ખેડામાં 57 કેસ, સુરતમાં 55 કેસ, રાજકોટ જિલ્લામાં 53 કેસ, મહેસાણામાં 51 કેસ, વડોદરામાં 41 કેસ, સુરેન્દ્રનગરમાં 40 કેસ, બનાસકાંઠામાં 38 કેસ, ગાંધીનગરમાં 33 કેસ, પંચમહાલમાં 33 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

    આ ઉપરાંત પાટણમાં 30 કેસ આણંદમાં 28 કેસ, અમદાવાદમાં 26 કેસ, દાહોદમાં 26 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 25 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 25કેસ, જામનગર કોર્પોરેશનમાં 24 કેસ, કચ્છમાં 22 કેસ, ભરૂચમાં 20 કેસ આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં 20 કરતા ઓછા કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ

    આ પણ વાંચોઃ-ગજબની ચોરી! BJP મહિલા નેતાની ઈનોવા કારને ઈંટો ઉપર ઊભી કરી પૈડાં ચોરી ગયા ચોર

    અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 7 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 299 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 1, વેસ્ટ ઝોનના 2, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.



    જેમાં વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડા વિસ્તારના શ્યામ બંગ્લોઝને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જેમાં રહેતા 168 ઘરના 640 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ ઝોનમાં શ્યામરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા 170 લોકો, વન્દેમાતરમ હિલ્માં રહેતા 170 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.
    Published by:ankit patel
    First published:November 29, 2020, 21:46 pm