Home /News /madhya-gujarat /UP election: "હમકા યુપી બુલા રહા હૈ " ચૂંટણી માટે 1500 ગુજરાતીઓ ઉત્તરપ્રદેશ જશે

UP election: "હમકા યુપી બુલા રહા હૈ " ચૂંટણી માટે 1500 ગુજરાતીઓ ઉત્તરપ્રદેશ જશે

પાંડ્યે પરિવાર

Uttar Pradesh Assembly Election: અમદાવાદના (Ahmedabad) બાપુનગર (bapunagar) વિસ્તારમાં પાંડે પરિવાર રહે છે અને પરિવારના 4 લોકો અને 25 સંબંધીઓએ મળીને યુપી (UP) જવાની તૈયારીઓ કરી છે.

અમદાવાદઃ ઉત્તર પ્રદેશ ઇલેશનમાં (Uttar Pradesh Election) મતદાન માટે મૂળ ઉત્તર પ્રદેશના 1500 ગુજરાતીઓ (Gujaratis) મતદાન માટે જશે. ઉત્તર પ્રદેશમા ચૂંટણી (UP Election) યોજાઈ રહી છે જેને લઈને ગુજરાતમાં રહેતા પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાપુનગર (bapunagar) વિસ્તારમાં પાંડે પરિવાર રહે છે અને પરિવારના 4 લોકો અને 25 સંબંધીઓએ મળીને યુપી (UP) જવાની તૈયારીઓ કરી છે.

આ તૈયારીઓ માં કપડા અને જરૂરી સામાન સાથે તેઓ આધાર કાર્ડ અને વોટર આઇડી મૂકવાનું ભૂલ્યા નથી કારણ કે પરિવાર જઈ રહ્યો છે માત્ર ને માત્ર મતદાન માટે આ અંગે પરિવાર ના મહિલા બબીતા પાંડે ના કહેવા પ્રમાણે જેમ શ્રી કૃષ્ણ એ એક આંગળી પર પર્વત ઉપાડેલો એ જ રીતે દરેક નાગરિકે હવે વોટ નો કમાલ બતાવવાનો છે. અમે ગામડે જઈને લોકો ને સમજાવીશું અને કહીશું કે મતદાન નું શું મહત્વ છે.

28 ફેબ્રુઆરી એ કરશે મતદાન 
દર 5 વર્ષે ચુંટણી આવતા આ પરિવાર 2 દિવસ ની મુસાફરી ચોક્કસ થી કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાનો આ પરિવાર. 28 ફેબ્રુઆરીએ ચૂંટણી માં ભાગ લેશે.માત્ર પાંડે પરિવાર નહિ પરંતુ મતદાન કરવા માટે મૂળ ઉત્તર પ્રદેશના હોય પણ ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવ્યા હોય તેવા 1500 જેટલા લોકો માદરેવતન જઈ રહ્યા છે. અમદાવાદના બાપુનગર, ઠક્કરબાપાનગર, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડીના મૂળ UPના લોકો માત્ર મતદાન માટે પોતાના વતન જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ-Surat News:'..હું સહન ન કરી શકી' યુવતીએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખી હૃદયદ્રાવક કહાની

UPમાં મૂળ 7 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકો 2 દિવસની મુસાફરી કરીને પણ મતદાન કરવા જઈ રહ્યા છે. આ અંગે ભાજપના કાર્યકર્તા પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં પહેલા તબક્કાની ચૂંટણી ૧૦મી તારીખે યોજાઇ હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad News: પતિ સાથે મનમેળ ન રહેતા પરિણીતાને ગમી ગયો ભાઈનો મિત્ર, પછી ભારે પડી આ ભૂલ

જેમાં અમદાવાદના 160 લોકો ત્રણ બસમાં મુસાફરી કરીને ગયા છે. આગામી બીજા તબક્કાની ચૂંટણી ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમાં પણ અમદાવાદના 200થી વધારે લોકો ઉત્તર પ્રદેશ જશે આ સાથે કુલ અમદાવાદમાંથી 1500 લોકો તબક્કાવાર મતદાનના સમય પર ઉત્તર પ્રદેશ જવા રવાના થશે.
" isDesktop="true" id="1178486" >

ગુજરાતના વિકાસ મોડેલ જેવી પ્રગતિ ઉત્તર પ્રદેશમાં પણ થાય તે માટે અમદાવાદ ના 1500 પરિવાર યુપી પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં યુપીનું પરિણામ શું રંગ લાવે છે જોવું રહ્યું.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, UP Elections 2022

विज्ञापन
विज्ञापन