અમદાવાદ : ત્રણ બહેન પછી ભાઈના જન્મની આશા બંધાઈ, બહેનનો જન્મ થતા સગીરાએ આપઘાત કરી લીધો


Updated: July 11, 2020, 4:57 PM IST
અમદાવાદ : ત્રણ બહેન પછી ભાઈના જન્મની આશા બંધાઈ, બહેનનો જન્મ થતા સગીરાએ આપઘાત કરી લીધો
પ્રતિકાત્મક તસવીર

ઘરમાં ત્રણ બહેનો હતી અને થોડા દિવસ પહેલા જ માતાને વધુ એક બાળકીનો જન્મ થયો હતો. ઘરમાં ભાઈ આવશે તેવી માતાજીની માનતા પણ રાખી હતી

  • Share this:
અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારમાં 15 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટના બાદ તપાસ કરવા ગયેલી પોલીસ આપઘાત પાછળનું શંકાસ્પદ કારણ જાણતા જ ચોકી ઉઠી હતી. ઘરમાં ત્રણ બહેનો હતી અને થોડા દિવસ પહેલા જ માતાને વધુ એક બાળકીનો જન્મ થયો હતો. ઘરમાં ભાઈ આવશે તેવી માતાજીની માનતા પણ રાખી હતી. જોકે બહેનનો જન્મ થતા મનમાં લાગી આવતા કિશોરીએ આપઘાત કર્યો હોવાની શંકા પર પોલીસે તપાસ હાથ ધરી છે.

બાપુનગર ડી માર્ટ પાસે હર્ષદ કોલોની આવેલી છે. આ કોલોનીમાં રહેતા દિલીપભાઈ પ્રજાપતિના પરિવારમાં ત્રણ દીકરીઓ અને પત્ની છે. શુક્રવારે સવારે તેમની પત્નીએ વધુ એક બાળકીને જન્મ આપ્યો હતો. દરમિયાનમાં ઘરે રહેલી સૌથી મોટી 15 વર્ષીય દીકરી ભૂમિકાએ ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે દિલીપભાઈ ને ત્રણ પુત્રીઓ હતી. પત્ની ગર્ભવતી હતી અને તેને પુત્રનો જન્મ થાય તે માટે મોટી દીકરી ભૂમિકાએ માતાજીની માનતા રાખી હતી. જોકે શુક્રવારે સવારે દીકરીનો જન્મ થયો હતો. જેની ભૂમિકાને જાણ થઈ હતી. સમાચાર મળ્યા તેના એક કલાકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો.


આ પણ વાંચો - ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં, નવા જૂનીના એંધાણ

બાપુનગર પોલીસે તપાસ કરતા મૃતકની બહેનનો જન્મ થતા ભૂમિકાને મનમાં લાગી આવ્યું હતું. માનતા રાખી હતી પરંતુ દીકરીનો જન્મ થતા ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં પરિવારજનોની વધુ પૂછપરછ કરાશે અને હકીકતમાં આપઘાત પાછળ આ જ કારણ છે કે કેમ તે બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરાશે.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading