રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 925 કેસ પોઝિટિવ,791 દર્દી રિકવર થયા

News18 Gujarati
Updated: July 15, 2020, 8:19 PM IST
રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 925 કેસ પોઝિટિવ,791 દર્દી રિકવર થયા
પ્રતિકાત્મક તસવીર

કેસની સંખ્યામાં સતત વિસ્ફોટ, સામે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો (Gujarat coronavirus cases) વિસ્ફોટ થયો છે. રાજ્યમાં પહેલી વાર 24 કલાકમાં 925 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એક તરફ અમદાવાદથી સુરત અને વડોદરા-ભરૂચની એસટી સેવા બંધ કરવામાં આવી છે તો રાજ્યના 10થી વધુ જિલ્લામાં ડબલ ડિજીટ અને સુરત અમદાવાદમાં ત્રણ ડિજીટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના દુખદ નિધન થયા છે. જોકે, 24 કલાકમાં 791 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
44688 પર જ્યારે કોરોનાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ 11221 થઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે 2081 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 255, અમદાવાદમાં 173, વડોદદારમાં 79, રાજકોટમાં 54, ભાવનગરમાં 67, સુરેન્દ્રનગરમાં 32, ગાંધીનગરમાં 22, ખેડામાં 24, જૂનાગઢમાં 43, મહેસાણામાં 17, અમરેલીમાં 14, કચ્છમાં 14, ભરૂચમાં 14, મોરબીમાં 14, દાહોદમાં 12, બનાસકાંઠામાં 11, ગીરસોમનાથમાં 10, વલસાડમાં 10, જામગનર શહેર, પાટણ, મહીસાગર, સાબરકાંઠામાં9 પ્રત્યેક સ્થળે નોંધાયા છે.

જ્યારે આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, નવસારીમાં 8 પ્રત્યેક સ્થળો પર પોઝિટિવ નોંધાયા છે. જ્યારે નર્મદા-પંચમહાલમાં 6-6 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી અને જામગનરમાં 4-4 કેસ નોંધાયા છે. બોટાદમાં 4, તાપીમાં 3 મળીને કુલ 925 કેસ પોઝિટિ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં જિલ્લામાં 1, નવસારીમાં 1, ગાંધીનગરમાં 1 એમ કુલ મળીને 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં 68 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે કુલ 11121 કેસ એક્ટિવ છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે 2081 લોકોનો જીવ ગયો છે.આ પણ વાંચો :   સુરત : વરાછામાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

કોરોનાનો મૃત્યુદર ઘટ્યો, હવે 9ના બદલે 32 દિવસે કેસ ડબલ થાય છે : નીતિન પટેલ

જ્યમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો તેને 17 અઠવાડિયા થયા છે. આશરે 43000 કરતાં વધુ કેસ અને 30,000થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરથી પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાનો મૃત્યુ દર માર્ચ એપ્રિલમાં 6.5 ટકા હતો જે આજની તારીખમાં 1.5 ટકા જેટલો જ રહ્યો છે.

તેમણે જણાવ્યું 'એક સમયે રાજ્યનો મૃત્યુ દર માર્ચ અને એપ્રિલમાં 6.5 ટકા મૃત્યુદર હતો. જોકે, જુલાઈમાં તેમાં ઘટાડો થયો છે. અને હાલમાં મૃત્યુદર 1.5 થયો છે. એક સમય એવો હતો કે કપરો સમય હતો. દવા, આરોગ્ય, અને નર્સિંગનો સ્ટાફ વ્યસ્ત હતો. ત્યારે દરરોજ કોરોનાના કારણે રોજ 50 નાગરિકોના અવસાન થતા હતા.

આ પણ વાંચો :  સુરત : કેસ ઘટ્યા છતાં 255 વ્યક્તિને Corona છેલ્લા 24 કલાકમાં ચોંટ્યો, કુલ કેસ 9200ને પાર

હવે ગુજરાત સરકારે દવાની વ્યવસ્થા સુધારી, નવા ઇન્જેક્શનો ઉપલબ્ધ કરાવ્યા, નિષ્ણાત ડૉક્ટરની મદદથી આપણે મૃત્યુદર ઘટાડી શક્યા છે. એક સમય એવો હતો કે રાજ્યમાં 9 દિવસે ડબલ થઈ જતા હતા. એના બદલે હવે 32 દિવસે દર્દીઓની સંખ્યા ડબલ થાય છે. આપણે સંક્રમણ ઘટાડી શક્યા છે. રાજ્યમાં ડબલીંગ રેટ અને રીકવરી રેટ પણ સુધર્યો છે.
Published by: Jay Mishra
First published: July 15, 2020, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading