અમદાવાદ : અમરાઈવાડી બેઠકની ટિકિટ મેળવવા માટે ભાજપના 15 નેતા મેદાને

News18 Gujarati
Updated: September 27, 2019, 4:10 PM IST
અમદાવાદ : અમરાઈવાડી બેઠકની ટિકિટ મેળવવા માટે ભાજપના 15 નેતા મેદાને
પૂર્વ મેયર અસિત વોરા

15 જેટલા દાવેદારો પ્રદેશ અને શહેર ભાજપના કાર્યક્રમ નેતાઓની સરભરા કરી ટિકિટ કન્ફર્મ કરવા પ્રયાસો કરી રહ્યા છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : રાજ્યની 6 વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપના ટિકિટ ઇચ્છુક નેતાઓ હવે ભાજપના જાહેર કાર્યક્રમોમાં પ્રદેશ નેતાઓની આસપાસ ફરતા થયા છે. અમદાવાદ શહેર ભાજપના કાર્યકરોને અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે શહેર ભાજપના જાહેર કાર્યક્રમમાં પ્રદેશ નેતાની આસપાસ ફરતા જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેર ભાજપનો કાર્યક્રમ હોય કે પછી છ વિધાનસભાનો સ્થાનિક કાર્યક્રમ હોય, ટિકિટ મેળવવા માટે આ નેતાઓ પ્રદેશ નેતાની આસપાસ ફરી રહ્યા છે. અરાઈવાડી બેઠકની ટિકિટ મેળવા માટે પણ 15 જેટલા નેતાઓ મેદાને ઉતર્યાં છે. આ નેતાઓ પોતાનો બાયોડેટા મજબૂત કરવા અને ટિકિટ કન્ફર્મ કરવા શહેર ભાજપના જાહેર કાર્યક્રમોમાં પણ ટિકિટ માટે લોબિંગ કરતા જોવા મળ્યા હતા.

શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પરના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન હતું ત્યારે ટિકિટ ઇચ્છુક નેતાઓને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાની આસપાસ ફરતા જોવામાં આવ્યા હતા.અમરાઇવાડી બેઠકની પેટા ચૂંટણી માટે મુરતિયાઓનો રાફડો ફાટ્યો હોય તેમ પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં અંદાજે 27થી વધુ નેતાઓએ પોતાનો બાયોડેટા મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 બાયોડેટામાંથી 15 બાયોડેટાની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી અમુક નેતાઓ પોતાની ટિકિટ પાકી કરવા માટે મહેનત કરી રહ્યા છે.

આ નેતાઓની વાત કરવામાં આવે તો તેમાં શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલ, પૂર્વે મેયર અસિત વોરા, મ્યુનિસિપલ બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમ પટેલ, પૂર્વે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, મ્યુનિસિપલ આરોગ્ય સમિતિના ચેરમેન પરેશ પટેલ, મ્યુનિસિપલ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ, શહેર ભાજપ નેતા દિનેશ કુશવાહા, રમેશ કાંટાવાળા, રમેશ દેસાઈનો સમાવેશ થાય છે. હાલ આ નેતાઓ ટિકિટ મલે તેવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ભાજપા કોના પર પસંદગીનો કળશ ઢોળશે એ તો સમય જ બતાવશે.
First published: September 27, 2019, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading