'તને પત્ની બનાવીને ઉઠાવી જઇશ,' અમદાવાદમાં સગીરા સાથે યુવકનાં અડપલાં

News18 Gujarati
Updated: September 10, 2019, 8:52 AM IST
'તને પત્ની બનાવીને ઉઠાવી જઇશ,' અમદાવાદમાં સગીરા સાથે યુવકનાં અડપલાં
પ્રતિકાત્મક તસવીર

મેઘાણીનગર વિસ્તારનો બનાવ, આરોપી યુવક સટ્ટાનો ધંધો કરતો હોવાનો આક્ષેપ.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક 14 વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે પાડોશી (પરિવાર અગાઉ જ્યાં રહેતો હતો તે પાડોશી) શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને ધમકી આપીને શરીરના અલગ અલગ ભાગો પર ગેરકાયદે સ્પર્શ કરીને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે આરોપી સટ્ટાનો ધંધો કરતો હતો. અગાઉ ફરિયાદો થઇ હોવાની અદાવત રાખી તેણે આ હરકત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં આવેલી એક સોસાયટીમાં એક પરિવાર રહે છે. પીડિત સગીરાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ પરિવાર પહેલા નરોડા રહેતો હતો ત્યારે આસીફ શેખ તેની બાજુમાં રહેતો હતો. સગીરાની માતાને માથાકૂટ થતાં જે તે સમયે તેણે આસિફ સામે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં 13 વર્ષની કિશોરી સાથે શારીરિક છેડછાડની ઘટના

ગત 20મી ઓગષ્ટના રોજ આસીફ સગીરાના ઘરે આવ્યો હતો તેની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેનું મોઢું દબાવી ધમકી આપી હતી કે તે તેને પત્ની બનાવીને ઉઠાવી જશે. બાદમાં આસિફે સગીરાને ચુંબન કરી તેની સાથે અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો અને આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
First published: September 10, 2019, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading