ઇસનપુરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, સગીર કારચાલકે ચારથી પાંચ વાહનો અડફેટે લીધા

News18 Gujarati
Updated: October 13, 2019, 8:20 PM IST
ઇસનપુરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, સગીર કારચાલકે ચારથી પાંચ વાહનો અડફેટે લીધા
ઇસનપુરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, કિશોર કારચાલકે ચારથી પાંચ વાહનો અડફેટે લીધા

13 વર્ષનો સગીર કારચાલક પુરપાટ ઝડપે કાર લઇને નીકળ્યો હતો

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદ શહેરમાં બપોરના સમયે પુરપાટ ઝડપે આવી રહેલ સ્વિફ્ટના કારચાલકે ઇસનપુર બસસ્ટેન્ડથી લઇને ઘોડાસર ચાર રસ્તા સુધીમાં અનેક વાહનો અડફેટે લીધા હતાં. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘટનાના સીસીટીવી ફુટેજ પરથી અંદાજ આવી જાય છે કે કારની સ્પીડ કેટલી હોઇ શકે છે.

અકસ્માત બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાર 13 વર્ષનો કિશોર ચલાવી રહ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ ડિવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કાર ચલાવનાર સગીરની પૂછપરછ પણ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં કિશોરના વાલીની પણ પૂછપરછ કરવામાં આવશે અને તપાસના અંતે જો તેમની બેદરકારી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - લોકોની જમીન પચાવનાર ત્રણ લોકો હથિયાર સાથે મર્સિડીઝમાંથી પકડાયા

આ સમગ્ર ઘટનામાં સદ્દનસીબે કોઇ જાનહાનિ જોવા મળી નથી. પરંતુ સવાલ અહીં એ ઉભો થાય છે કે જો કોઇ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત તો જવાબદાર કોણ હોત? શા માટે માતા પિતા સગીરવયના બાળકોને ગાડીની ચાવી આપી દે છે. શું આ માતા પિતાને બીજાના જીવની કોઇ ચિંતા નથી. પોલીસે પણ આ સમગ્ર મામલે સમાજમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવી જોઇએ. જેથી આવનારા સમયમાં આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય.
First published: October 13, 2019, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading