શ્રમિકોને વતન પહોંચાડવા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 127 ટ્રેન દોડાવાઇ

શ્રમિકોને વતન પહોંચાડવા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 127 ટ્રેન દોડાવાઇ
શ્રમિકોને વતન પહોંચાડવા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 127 ટ્રેન દોડાવાઇ

શ્રમિકોને વતન પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંકલન કરીને શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો

  • Share this:
અમદાવાદ : લૉકડાઉન કારણે શ્રમિકો ફસાયા હતા. શ્રમિકોને વતન પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંકલન કરીને શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. આ પછી દેશભરમાં 163 ટ્રેન દોડાવવામાં આવી હતી. 163 માંથી 97 ટ્રેન તો ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. ગુરૂવાર સુધીમાં 94 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 જેટલી ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેન ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવા માટે ચલાવવામાં આવી છે. તેમાં સૌથી વધુ 94 ટ્રેન એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે. શુક્રવારે વધુ 33 સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિઓ, શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.આ પણ વાંચો - કોરોના વાયરસ : 24 કલાકમાં 24 લોકોના મોત, રાજ્યમાં નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા

ગુરુવાર રાત્રી સુધીમાં સુરત શહેરમાંથી 39 ટ્રેનો રવાના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ માટે 16 ટ્રેનો, ઓરિસ્સા માટે 16, બિહાર માટે 4 અને ઝારખંડ માટે 3 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશન પરથી ગઇકાલ રાત્રી સુધીમાં કુલ 24 ટ્રેનો રવાના થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 18, બિહાર માટે 6 ટ્રેનનો સમાવેશ થાય છે.

વડોદરા શહેરમાંથી 9 ટ્રેન રવાના થઇ છે, જેમાંથી 8 ઉત્તર પ્રદેશ અને 1 બિહારનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી કુલ 4 ટ્રેનો રવાના થઇ છે જેમાં 2 યુ.પી, 1 બિહાર અને 1 મધ્યપ્રદેશ, ગોધરામાંથી કુલ 3 ટ્રેનો, જેમાં 1 ઉત્તરપ્રદેશ અને 1 બિહાર, જામનગરમાંથી કુલ 2 ટ્રેનો જેમાં ઉત્તરપ્રદેશ 1 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છ ભૂજમાંથી ઉત્તરપ્રદેશ માટે 1 ટ્રેન, મહેસાણાથી ઉત્તર પ્રદેશ માટે 1, મોરબીથી ઝારખંડ માટે 1, નડિયાદથી ઉત્તર પ્રદેશ માટે 3 , પાલનપુરથી ઉત્તરપ્રદેશ માટે 1, આણંદથી કુલ 2 ટ્રેનો રવાના થઇ છે, જેમાં 1 બિહાર અને 1 ઉત્તરપ્રદેશ, અંકલેશ્વર-ભરૂચથી 1 ટ્રેન ઉત્તર પ્રદેશ, ભરૂચથી 1 ટ્રેન બિહાર, ભાવનગરથી 1 ટ્રેન ઉત્તર પ્રદેશ માટે રવાના થઇ છે.

કુલ 94 ટ્રેનના માધ્યમથી 1 લાખ 13 હજાર પરપ્રાંતિઓ, મજૂરો, શ્રમિકોને ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રેનમાં તેમના વતન રવાના કરવામાં આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 08, 2020, 21:15 pm

ટૉપ ન્યૂઝ