સી.આર.પાટીલના "સેવાયજ્ઞ" હાંકલ હેઠળ 12047 બેડના કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા

સી.આર.પાટીલના "સેવાયજ્ઞ" હાંકલ હેઠળ 12047 બેડના કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા
સી.આર.પાટીલના "સેવાયજ્ઞ" હાંકલ હેઠળ 12047 બેડના કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા

ધારાસભ્યોના સહકારથી 6032 બેડના, સાંસદ સભ્યોના સહકારથી 1135 બેડના તેમજ જિલ્લા/મહાનગરના પ્રમુખો અને સ્થાનિક સંસ્થાના સહકારથી 4880 બેડના કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા

  • Share this:
અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે, કોરોનાના દર્દીઓની સારવાર માટે અને તેમને દરેક પ્રકારની આરોગ્યને લગતી સેવાઓ મળી રહે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશના હોદ્દેદારો અને જીલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન થયું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે, આ મહામારીથી બચવા માટે અને દર્દીઓને મદદરૂપ થવા માટે ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં ભાજપ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે તેવો વિચાર રજૂ કરવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી હકારાત્મક વિચારધારા તથા સેવા એજ કર્તવ્યના પાયા ઉપર કામ કરી રહેલો પક્ષ છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર આ કપરા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 21 એપ્રિલ સુધીમાં ધારાસભ્યોના સહકારથી 6032 બેડના, સાંસદ સભ્યોના સહકારથી 1135 બેડના તેમજ જિલ્લા/મહાનગરના પ્રમુખો અને સ્થાનિક સંસ્થાના સહકારથી 4880 બેડના કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના "સેવાયજ્ઞ" હાંકલ હેઠળ કુલ 12047 બેડના કોવિડ કેર સેન્ટરો ગુજરાતના વિવિધ સ્થળોએ શરૂ કરવામાં આવ્યા છે.



આ પણ વાંચો - ગાંધીનગર : ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય દંડ વસુલવામાં નહીં આવે

આ ઉપરાંત ભાજપના દરેક જીલ્લા/મહાનગરના કાર્યાલયો પર હેલ્પ ડેસ્ક, પ્રદેશ મુખ્ય કાર્યાલય "શ્રી કમલમ" ગાંધીનગર ખાતે "079-232-76944" નંબરની હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી તથા દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફ સહિત લોકોને ભોજન સેવા તેમજ ક્વોરનટાઈન રહેલા વ્યક્તિઓને ટિફિન સેવાની શરૂઆત પણ ગુજરાતનાં મોટા ભાગના જીલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે. ભાજપા સંગઠન દરેક સ્તરે સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી કોરોનાની મહામારીનો સામનો કરવા સુસજ્જ છે.
Published by:Ashish Goyal
First published:April 22, 2021, 21:42 pm

ટૉપ ન્યૂઝ